દ્રોણ

વિકિપીડિયામાંથી
દ્રોણ
માહિતી
કુટુંબભારદ્વાજ (પિતા)
જીવનસાથીકૃપિ
બાળકોઅશ્વત્થામા
સંબંધીઓગર્ગ (સાવકા ભાઇ)
ઇલાવિદા (સાવકી બહેન) કાત્યાયિની (સાવકી બહેન)
શિષ્યોપાંડવો અને કૌરવો

દ્રોણ (સંસ્કૃત: द्रोण અથવા द्रोणाचार्य) પાંડવો તથા કૌરવોના ગુરુ અને નિપુણ યોદ્ધા હતા. તેઓ અગ્ની દેવનો અર્ધ અવતાર હતાં. અર્જુન તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. પોતાના પુત્ર અશ્વત્થામા પછી તે સૌથી વધુ અર્જુનને પ્રેમ કરતા હતા.

જન્મ અને બાળપણ[ફેરફાર કરો]

દ્રોણ જન્મથી બ્રાહ્મણ હતાં. દ્રોણના જન્મની કથા બહુ નાટ્યાત્મક રીતે મહાભારતના પ્રથમ પુસ્તક આદિ પર્વ- સંભવ પર્વના અધ્યાય ૧૩૧.[૧] માં વર્ણવાયેલું છે. એક વખત ભારદ્વાજ પોતાના સાથીઓ સાથે ગંગા તટ પર કપડાં ધોવા ગયાં. ત્યાં તેમની નજર સ્નાનાર્થે આવેલી અપ્સરા ઘૃતાચી પર પડી. ઋષિ પોતાના પર કાબુ ન જાળવી શક્યાં અને તેમનું વીર્ય સ્ખલન થઈ ગયું. ભારદ્વાજે તે વીર્ય દ્રોણ એટલે યજ્ઞપાત્રમાં ઋષિએ રાખ્યું. એ કલશમાંથી દ્રોણ ઉત્પન્ન થયો માટે તે દ્રોણ કહેવાયો. ત્યાર બાદ દ્રોણ એવી શેખી હાંકતા કે તેઓ ગર્ભમાં રહ્યાં વગર જ ઉત્પન્ન થયાં છે.

દ્રોણે પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું પણ ધર્મ અને શસ્ત્ર વિદ્યા પાંચાલ અને દ્રુપદ જેવા રાજ કુમારો સાથે મેળવી. દ્રુપદ અને દ્રોણ ખાસ મિત્રો બની ગયાં. બાળપણની અણસમજુ મૈત્રીમાં દ્રુપદે દ્રોણને પાંચાલના સિંહાસન પર આરુઢ થતાં અડધું રાજ્ય આપવાનું વચન આપી દીધું. દ્રોણના વિવાહ કૃપિ સાથે થયાં જે હસ્તિનાપુરના રાજગુરુ કૃપ (કૃપાચાર્ય)ની બહેન હતી અને તે બંનેને અશ્વત્થામા નામે એક પુત્ર હતો.

ગુરુ પરશુરામ[ફેરફાર કરો]

પરશુરામ પોતાની તપસ્યાનું ફળ બ્રાહ્મણોને આપી રહ્યા છે તેમ જાણી દ્રોણ પણ તેમની પાસે પહોંચ્યા. જ્યારે દ્રોણ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં બધી જ વસ્તુઓ ખલાસ થઈ ચૂકી હતી. દ્રોણની હાલત ઉપર દયા આવતાં પરશુરામે પોતાનું જ્ઞાનદાન દ્રોણને આપવાનો નિર્ણય કર્યો અને શસ્ત્ર વિદ્યા તેમને શીખવી.[૧]

દ્રોણ અને દ્રુપદ[ફેરફાર કરો]

પોતાની પત્ની અને પુત્ર ખાતર દ્રોણે પોતાની ગરીબીમાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો. દ્રુપદે તેમને આપેલું વચન તેમને યાદ આવ્યું અને તેની પાસે જઈ મદદ માંગવાનો નિર્ણય કર્યો. પરંતુ સત્તાના મદમાં ગરક થયેલાં દ્રુપદે દ્રોણને ઓળખવાની પણ મનાઈ કરી દીધી અને વધારામાં તેની હિન પુરુષ પણ કહ્યાં. દ્રુપદે દ્રોણને લાંબુ લચક ભાષણ આપ્યું કે શામાટે તેણે દ્રોણનો તિરસ્કાર કર્યો. દ્રુપદે કહ્યું કે મિત્રતા માત્ર સમાન દરજ્જાના લોકો વચ્ચે જ સંભવ છે. બાળપણમાં તેમની માટે દ્રોણ સાથે મૈત્રી કરવાનું શક્ય હતું કેમકે તેઓ તે સમયે સમાન હતાં. પણ હવે દ્રુપદ રાજા બની ગયો હતો જ્યારે દ્રોણ એક કમ ભાગી બ્રાહ્મણ હતો. આ સંજોગોમાં તેમની મિત્રતા શક્ય ન હતી. જોકે જો દ્રોણ એક મિત્ર તરીકે પોતાનો હક્ક માંગવાને બદલે એક બ્રાહ્મણ તરીકે ભિક્ષા માંગે તો મદદ કરવાની તૈયારી બતાવી. આ વિષે વધુ વિચાર ન કરતાં તેના રસ્તે જવાની વાત કરી. દ્રોણ શાંતિથી ત્યાંથી ચાલ્યાં ગયાં પણ હૃદયમાં પ્રતિશોધ લેવાની પ્રતિજ્ઞા લીધી.[૨]

દ્રોણાચાર્ય[ફેરફાર કરો]

દ્રોણાચાર્યની એક ગુરુ અને લડવૈયા તરીકેની કીર્તિ હિંદુ પુરાણ કથાથી બહાર નીકળી ભારતીય સામાજિક જીવનમાં ઊંડી અસર પડી છે. દ્રોણ મહાભારતમાં ધર્મ અને નિતી સંબંધિત વિવાદને જન્મ આપે છે.

દડો અને કડી[ફેરફાર કરો]

(મહાભારત પુસ્તક ૧: આદિ પર્વ, સંભવ પર્વ ખંડ૧૩૩.)[૪] રાજા ધૃતરાષ્ટ્રની સહાયતાથી રાજકુમારો માટે શસ્ત્ર તાલિમ શાળા ખોલવાના પ્રયોજનથી દ્રોણ હસ્તિનાપુર ગયાં એક દિવસ તેમણે જોયુ કે એક કુવા ની આજુબાજુ ઘણાં બાળકો, પાંડવો અને કૌરવો ઘેરીને ઉભા હતાં. તેણે તેમેને પૂછ્યું શું થયું હતું ત્યારે યુધિષ્ઠીરે કહ્યું કે તેમનો દડો કૂવામાં પડી ગયો હતો અને તેને બહાર કેમ કાઢવો તેની તેમને ખબર ન હતી.

દ્રોણ હસ્યાં અને આવી નાનકડી સમસ્યાપર રાજકુમારોની ચિંતા જોઈ મરક્યાં અને પુછ્યું શું તેમની પાસે આંકડો ન હતો? યુધિષ્ઠીરે કહ્યું કે જો તે બ્રાહ્મણ (દ્રોણ) તે દડો કાઢી આપે તો હસ્તિનાપુરના રાજા તેમને આજીવન પ્રથમિક જરૂરિયાત પુરી પાડશે. દ્રોણે સૌથી પહેલા પોતાની વીંટી તેમાં નાખી, અમુક ઘાસના તણખલા લીધા, અને અમુક વેદિક મંત્રો ઉચ્ચાર્યાં. તેમણે ત્યાર બાદ ભાલાની જેમ એક પછી એક તણખલા ફેંક્યા. પહેલો તણખલો દડામાં ભરાઈ ગયો, બીજો પહેલામાં ભરાયો અને તે જ રીતે સાંકળ બની ગઈ. દ્રોણે નજાકત થી ઘાસના દોરડાથી દડો બહાર કાઢ્યો.

બાળકોને વધુ નવાઈ તો આ પછીની કળાબાજીમાં લાગી. જેમાં દ્રોણે અમુક મંત્રો પઠન કરી અને ઘાસનો તણખલો ફરી કૂવામાં નાખ્યાં તે બરાબર તરતી વીંટીની મધ્યમાં લાગી અને અમુક ક્ષણોમાં તે બહાર આવી ગઈ. આ વાતે ઉત્સાહી બાળકો દ્રોણને તેમના તાતશ્રી ભીષ્મ પાસે લઈ ગયાં. ભીષ્મએ તેની દર્શાવેલી કુશળતા દ્વારા તુરંત દ્રોણને ઓળખી કાઢ્યાં અને કુરુ રાજકુમારોના શસ્ત્ર તાલિમ ગુરુ બનવાનું કહ્યું. શહેર નજીક દ્રોણે શસ્ત્ર સંચાલનની શાળા શરૂ કરી.

અર્જુન[ફેરફાર કરો]

સૌ કૌરવો અને પાંડવ ભાઈઓમાં અર્જુન સૌથી સમર્પિત, મહેનતુ, અને જન્મજાત પાવરધો હતો અને તેણે સ્વય દ્રોણના પુત્ર અશ્વત્થામાને પણ પાછળ મૂકી દીધો. અર્જુન પણ એકગ્રતા અને ગુરુ ભક્તિથી સેવા કરે છે અને અર્જુન થી દ્રોણ પણ ખૂબ પ્રભાવિત થાય છે.

મહાભારત પુસ્તક - ૧, આદિ પર્વ સંભવ પર્વ, અધ્યાય ૧૩૫: ઘણી ઘણી કસોટીઓમાં અર્જુન દ્રોણના ધાર્યા કરતા પણ વધુ સારો દેખાવ કરે છે. રાજ કુમારોની સમયસૂચકતા ચકાસવા જ્યારે દ્રોણે હુમલો કરતાં મગરનું દ્રશ્ય ઊભું કર્યું ત્યારે સૌ રાજ કુમારો ત્યાંજ ઊભા રહી ગયાં, પણ અર્જુને તુરંત તીરોનો વરસાદ વરસાવ્યો અને દ્રોણે અર્જુનને પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર કરી અબિનંદન આપ્યાં. આના ઈનામ રૂપે દ્રોણ અર્જુનને બ્રહ્માનું પ્રબળ શસ્ત્ર બ્રહ્માસ્ત્ર આપી દીધું અને ચેતવણી આપી કે સામન્ય લડવૈયા સામે તે શસ્ત્ર ન વાપરવા તેનો ગેર ઉપયોગ ન કરવો. આ શસ્ત્રને તીક્ષ્ણ ધાર હતી અને નીચે બ્ર્હમાની પ્રતિકૃતી હતી.

એક અન્ય કસોટીમાં દ્રોણ સૌ રાજકુમારોને એક પાત્ર આપે છે જેમાં પાની ભરી ઝડપથી પાછ ફરવા કહે છે. જે સૌથી વહેલો પાછો આવશે તેને થોડું વિશિષ્ટ જ્ઞાન ગુરુ દ્વારા મળવાનું હતું. તેમણે અશ્વત્થામાને પહોળા મોઢા વાળું પાત્ર આપ્યું જ્યારે અન્ય રાજ કુમારોને સાંકડા મોં વાળું પાત્ર આપ્યું એવી આશામાં કે તે સૌથી પ્રથમ પાછો આવશે. પન અર્જુન પોતાના વિશિષ્ટ જલાસ્ત્રનો ઉપયોગ કરી પાત્રમાં ઝડપથી પાણી ભરી સૌ પ્રથમ પાછો આવ્યો.

મહાભારત પુસ્તક - ૧, આદિ પર્વ સંભવ પર્વ, અધ્યાય ૧૩૪: એક અન્ય કસોટીમાં દ્રોણે લાકડાંનું એક પંખી ઝાડ પર લટકાવ્યું અને રાજકુમારોને તેની આંખ વિંધવાનું કહ્યું. જ્યારે યુધિષ્ઠીર પ્રયત્ન કરવા ઉભો થયો ત્યારે દ્રોણે તેને પ્રશ્ન પૂછ્યો કે તેને શું શું દેખાતું હતું. ત્યારે તેણે જવાબ આપ્યો કે તેણે દ્રોણ, તેના ભાઈઓ, નદી, જંગલ, વૃક્ષ અને પક્ષી દેખાતા હતાં. આ સાંભળી દ્રોણે કહ્યું કે તે આ લક્ષ્ય વીંધી નહિ શકે અને અન્ય કુમારને બોલાવ્યો. દરેકે તેવો જ જવાબ આપ્યો અને દ્રોણ સૌથી નિરાશ થયાં. પણ જ્યારે અર્જુન આગળ આવ્યો તેણે દ્રોણને કહ્યું તેને માત્ર પક્ષી જ દેખાતો હતું અન્ય કશું જ નહિ. દ્રોણે તેને આગળ વધવા કહ્યું તો અર્જુને જવાબ આપ્યો કે હવે તેને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. દ્રોણ તેને લક્ષ્ય વીંધવા કહે છે અને અર્જુન સાદિત લક્ષ્યને વીંધી લે છે.

એક દિવસ અર્જુને જોયું કે તેનો ભાઈ ભીમ રાતના અંધારામાં પણ કંઈ દેખાતું ન હોવા છતાં એટલી સિફ્તથી તે ખાતો હતો. આ જોઈ અર્જુનને થયું કે મહાવરો હોય તો ગમે એટલા અંધારા છતાં પણ કોળીયો મોં માં જ જાય છે. માટે તેણે રાત્રિના અંધારામાં તીરંદાજી નો અભ્યાસ શરૂ કર્યો અને એક અનન્ય મહારત હાસિલ કરી.

દ્રોણ અર્જુનની એકાગ્રતા, દ્રઢતા અને જુસ્સાથી ખૂબ પ્રભાવિત થાય છે અને તેને કહે છે કે તે પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી લડવૈયો બનશે. દ્રોણ અર્જુનને દેવાસ્ત્ર સઁબઁધિ ખાસ શિક્ષણ આપે છે જે અન્ય રાજ કુમારોને નથી મળતું.

એકલવ્ય અને કર્ણ[ફેરફાર કરો]

એકલવ્ય નિશધ નામની એમ આદિમ લોક્જાતિનો રાજ કુમાર હતો. ત દ્રોણ પાસે શિક્ષા લેવા આવ્યો હતો પણ દ્રોણે તેને શિક્ષા આપવાનો ઈનકાર કર્યો કેમકે તે ક્ષત્રિય કુળનો ન હતો. પણા આથી એકલવ્ય ન ડગ્યો અને તેજ જંગલમાં રહી દ્રોણનું મુર્તિ (પૂતળું)બનાવી તેમને ગુરુ માની તમની પૂજા કરતો ધનુર્વિધ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. માત્ર પોતના સંકલ્પ બળે તેણે એટલી નિપુણતા મેળવી કે તે યુવા અર્જુન જેટલો પાવરધો બની ગયો.

એક દિવસ જ્યારે તે એકાગ્રતાથી અધ્યયન કરી રહ્યો હતો ત્યારે એક કૂતરો ભસીને તેને ખલેલ પહોંચાડી રહ્યો હતો. તે દિશામાં જોયા વગર એકલવ્ય એ એવી રીતે તીર છોડ્યાં કે તે સૌ કૂતરાના મોંમાં ફસાઈ ગયાં અને તેને કોઈ ઈજા પણ ન આવી. પાંડવો એ આ કૂતરાને રખડતાં જોયો અને આશ્ચર્ય પામ્યાં આવી અચરજ ભરી કુશળતા કોની હશે? તેમણે એકલ્વ્યને જોયો જેણે પોતાને દ્રોણનો શિષ્ય ઓળખાવ્યો. આ જોઈ અર્જુનને ચિંતા થઈ પડી કે વિશ્વમાં અજોડ ધનુર્ધર તરીકેની તેની ઓળખ ભયમાં છે. દ્રોણે તેની ચિંતા જાણી લીધી અને રાજ કુમારો સાથે તેઓ એકલવ્યને મળવા ગયાં. એકલવ્ય દ્રોણને જોઈ તુરંત તેમની પૂજા કરવા લાગ્યો. પોતાની અનિચ્છા છતાં એકલવ્યે તેને ગુરુ માન્યે રાખ્યા તેના પર દ્રોણ ક્રોધિત થઈ ગયાં. દ્રોણને એમ પણ લાગ્યું કે જો આરેતે એકલવ્યનો અભ્યાસ ચાલુ રહ્યો તો એક દિવસ તે સ્વયં દ્રોણને પણ પાછળ મૂકી દેશે. અર્જુન તરફ તેમના પક્ષપાતનું કારણ કોઈ વધુ મહત્વનું વ્યક્તિગત લાગે છે. દ્રોન એકલવ્ય પાસે ગુરુ દક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માંગે છે. અંગૂઠો કપાતા તેની ધનુર્વિધ્યાને મોટું નુકશાન થશે તે જાણવા છતાં એકલવ્યે ખુશીથી અંગૂઠો કાપી આપ્યો.

દ્રોણ તેજ રીતે કર્ણને પણ શિષ્ય તરીકે નથી સ્વીકારતા કેમ કે, તે ક્ષત્રિય કુળનો નથી. છોભીલા પડેલા કર્ણે તે જ સમયે આનો પ્રતિશોધ લેવાનું પ્રણ લીધું. તે બ્રાહ્મણનો વેશ લઈને પરશુરામ પાસે જઈ ને શસ્ત્ર વિદ્યા શીખ્યો. અને તેણે રાજ કુમારોના શક્તિ પ્રદર્શન આયોજનમાં અર્જુનને લલકાર્યો. આમ દ્રોણે અજાણતા અર્જુન અને કર્ણ વચ્ચેની દુશ્મનાવટના વટના બીજ અજાણતા જ રોપ્યા હતાં.

દ્રુપદનો પ્રતિશોધ[ફેરફાર કરો]

દ્રોણ પાસેથી વિદ્યા પ્રાપ્તિ બાદ,દ્રોણે કૌરવોને દ્રુપદને સાંકળમાં બાંધી પકડી લાવવા કહ્યું. દુર્યોધને શ્રેષ્ઠ યોદ્ધા વિકર્ણને સેનાપતિ બનાવ્યો. ત્યાર બાદ તે, દુશાસન, સુદર્શન, યુયુત્સુ, વિકર્ણ અને બાકીના કૌરવોએ હસ્તિનાપુરના સૈન્ય ને લઈને પાંચાલ પર હુમલો કર્યો. તેઓ પાંચાલ સેનાને હરાવવામાં નિષ્ફળ રહ્યાં અને દ્રોણે અર્જુન અને તેના ભાઈઓને આ કાર્ય સંપન્ન કરવા મોકલ્યા. પાંચ પાંડવોએ કોઈપણ સેના વગર પાંચાલ પર હુમલો કર્યો. અર્જુને આદેશ અનુસાર દ્રુપદને બંદી બનાવ્યો. દ્રોણે દ્રુપદનું અડધું રાજ્ય લઈ લીધું અને તેનો સમોવડીઓ બની ગયો. ત્યાર બાદ તેમણે દ્રુપદને તેના કૃત્યની માફી આપી દીધી, પણ દ્રુપદના મનમાં બદલો લેવાની કામના જાગી ઉઠી. તેણે એક યજ્ઞ ગોઠવ્યો જેના ફળ રુપે તેણે એવો પુત્ર મેળવ્યો જે દ્રોણનો વધ કરે અને એવી પુત્રી મેળવી જે અર્જુનને પરણે. તેની ઈચ્છા પુરી થઈ અને તેને ધૃષ્ટદ્યુમ્ન નામનો પુત્ર થયો જેણે દ્રોણને હણ્યો અને દ્રૌપદી નામે કન્યા જન્મી જે પાંડવોની ભાર્યા બની.

યુદ્ધમાં દ્રોણ[ફેરફાર કરો]

દુર્યોધન દ્વારા થયેલ પાંડવોના અપમાન અને તેમનું રાજ્ય પચાવી પાડવા, તેમને દેશવટો દેવા બદલ દ્રોણ તેની તીખી નિંદા કરે છે પણ પોતે હસ્તિનાપુરનો સેવક હોવાથી તે પોતાની ફરજ થી બંધિત હતાં. અને તેમણે પોતાના પ્રિય એવા પાંડવોની વિરુદ્ધ યુદ્ધમાં લડવું પડ્યું.

કુરુક્ષેત્રની લડાઈમાં દ્રોણ અએક સૌથી વિનાશી યોદ્ધા હતાં. તેઓ અજેય હતાં અને પૃથ્વી પરનો કોઈપણ વ્યક્તિ તેમને જીતી ન શકે. પોતાની નિપુણ યુદ્ધ કળા અને શસ્ત્રો વડે તેઓ એ હજારો પાંડવ સૈનિકોને હણી નાખ્યાં. ભીષ્મના પતન પછી તેઓ કુરુ સેનાના સેનાપતિ બન્યાં.

યુદ્ધની બન્ને સેનાઓના મોટા ભાગના યોદ્ધાના શિક્ષક દ્રોણ જ હતાં

અભિમન્યુની હત્યા[ફેરફાર કરો]

આ પણ જુઓ: અભિમન્યુ, અર્જુન

યુદ્ધના ૧૩મા દિવસે, કૌરવોએ પાંડવોને ચક્રવ્યુહ (જુઓ. હિન્દુ પૌરાણિક યુદ્ધ કળા) ભેદવા માટે આવાહન આપ્યું. પાંડવોએ તે આવાહન સ્વીકાર્યું કેમકે તેઓમાં આ ચક્ર તોડવાની કળા અર્જુનઅને શ્રી કૃષ્ણ બન્ને ને આવડતી હતી આ વાત દ્રોણ જાણતા હતાં. આથી તેમણે સમસપ્તકને કૃષ્ણ અને અર્જુનને યુદ્ધના બીજે મોરચે વ્યસ્ત રાખવાની સલાહ આપી. જેથી તેઓ પાંડવ સેનાના લડાયકોની મુખ્ય હરોળને નુકશાન પહોંચાડી શકે.

અર્જુનનો યુવા પુત્ર અભિમન્યુ આ ચક્રવ્યૂહને ભેદવામાં સફળ રહે છે પણ જ્યારે સિંધુ નરેશ જયદ્રથ અન્ય પાંડવોને દૂર રોકી દે છે ત્યારે અભિમન્યુ ફસાઈ જાય છે. તેને ચક્રવ્યુહ માંથી બહાર નીકળતાં નથી આવડતું. પણ તે પોતાની સર્વ શક્તિથી કુરુ સૈન્ય પર તૂટી પડે છે. તે કર્ણ અને દ્રોણને પણ આગળ વધતાં રોકવામાં સફળ રહે છે. તેના આવાં કૌશલને લીધે કૌરવ સેના પણ તેને તેના પિતાની બરોબરીનો લડવૈયો માનવા લાગી.

પોતાના સૈન્યની ડામાડોળ પરિસ્થિતિ જોતાં દ્રોણે કર્ણ, દુશાસન અને અન્યોને એક સાથે અભિમન્યુ પર આક્રમણ કરવા કહ્યું, તેના ઘોડાને પછાડી દેવા કહ્યું, તેના સારથિની હત્યા કરાવડાવી દીધી. વિવિધ દિશાઓ પરથી તેના પર વાર કરાવડાવ્યો. કોઈપણ વાહન કે વાહક ન રહેતાં અભિમન્યુએ જમીન પરથી પ્રતિકાર શરૂ કર્યો. ત્યારે તેના પર સૌ કુરુ યોદ્ધાઓએ એક સાથે હુમલો શરૂ કર્યો. સતત અને દીર્ઘ કાળ સુધી એકલે હાથે આટલા બધા યોદ્ધાઓનો સામનો કરતાં અભિમન્યુ થાકી ગયો હતો. તેણે રથનું એક પૈડું ઉપાડીને તેનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો. પણ છેવટે તલવારના ઘા એક સાથે થતાં તે મૃત્યુને શરણે થયો.

આ યુદ્ધના નિયમોનું ઉલ્લંધન હતું. નિયમ અનુસાર એક યોદ્ધા ઉપર એક થી વધુ વિરોધી વાર કરી ન શકે અને જો થે ઘાયલ હોય અને તેની પાસે રથ ન હોય તો ક્યારેય નહીં. પુત્ર ની આવી કારપીણ હત્યાથી અર્જુન અત્યંત ક્રોધે ભરાયો. અર્જુનના મતે અભિમન્યુની મૃત્યુનું કારણ જયદ્રથ હતો. તેણે જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લીધી કે જો તે આમ કરવામાં અસફળ રહેશે તો તે અગ્નિ સ્નાન કરશે. અર્જુનને અસફળ બનાવવા દ્રોણે કરોડો કુરુ સૈનિકોની હરોળની હરોળ અર્જુન સામે ઉભી કરી દીધી. પણ અર્જુને પોતાની સમગ્ર આવડત કામે લગાડી અને સાંજ સુધી તો ૧૦ કરોડ સૈનિકોને એકલે હાથે મારી નાખ્યાં. શ્રી કૃષ્ણની મદદ વડે તેણે જયદ્રથનો પણ અણીના સમયે વધ કર્યો અને એક જ દિવસમાં અર્જુને કૌરવ સેનાનની ઘણી હાની કરી જે મહત્ત્વ પૂર્ણ હતું.

યુધિષ્ઠીરની ધરપકડ અને દ્રોણનું મૃત્યુ[ફેરફાર કરો]

યુદ્ધમાં દ્રોણે યુધિષ્ઠીરને પકડવાનું લક્ષ્ય રાખ્યું. આ યોજના પાર પડવા માટે દુર્યોધને મહાઅસુર નરકાસુરના પુત્ર, પ્રજોકેયત્સા (આજનું બ્રહ્મદેશ- બર્મા) રાજા ભગદત્તને મોકલ્યો. નરકાસુરને શ્રી કૃષ્ણે મારી નાખ્યો હતો માટે તે પાંડવો વિરુદ્ધ યુદ્ધમાં જોડાયો હતો. ભગદત્તની મદદ છતાં પણ દ્રોણ યુધિષ્ઠીરને જીવંત પકડવામાં સફળ ન રહ્યાં. પણ કુરુ સેનાપતિ અને માર્ગદર્શક એવા દ્રોણે હજારો પાંડવ સૈનિકોને હણી અને દુર્યોધનના હેતુને આગળ વધાર્યું હતુ.

મહાભારત યુદ્ધના ૧૫મા દિવસે, દુર્યોધન દ્વારા તેમને વિશ્વાસઘાતી તરીકે મહેણું મારવામાં આવ્યું. તેને જુઠું સાબિત કરવા દ્રોણે બ્રહ્મદંડ નામનું શસ્ત્ર ઉગામ્યું જેમાં હિંદુ સપ્તર્ષિની શક્તિ સમાયેલીએ હતી. આ શસ્ત્રનો ઉપયોગ ન તો તેમણે અર્જુનને કે અશ્વત્થામાને શીખવાડ્યો હતો, આમ તેઓ ૧૫મા દિવસે યુદ્ધ ભૂમિ પર સર્વ શ્રેષ્ઠ અજેય યોદ્ધા હતાં. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠીરને જાહેર કરવા કહ્યું કે અશ્વત્થામા માર્યો ગયો જેથી અજેય અને વિનાશી કુરુ સેનાપતિ પોતાના શસ્ત્રો છોડી દે અને તેમને હણી શકાય. ભીમ અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને જોરથી ઘોષિત કરે છે કે અશ્વત્થામા માર્યો ગયો. દ્રોણ જાણતા હતાં કે માત્ર યુધિષ્ઠીર જ સત્યવાદી હતો અને સમાચાર સાચી ખાતરી તે જ આપી શકે. તેમણે યુધિષ્ઠીર ને પૂછ્યું શું ખરેખરે તેમનો પુત્ર માર્યો ગયો હતો? તેના જવાબમાં યુધિષ્ઠીરે કહ્યું કે અશ્વથામા માર્યો ગયો... અને પાછળથી કહ્યું ... હાથી. પણ પાછળના શબ્દો ઘોડાઓની તબડાકો અને શંખનાદોમાં ખોવાઈ ગયાં જેમ કૃષ્ણ એ સમજાવ્યું હતું.

જો પોતે ખોટું નહીં બોલે તો ધર્મના પક્ષે લડનારા પાંડવોનો પરાજય દ્રોણ દ્વારા અટળ છે તેમ જાણવા છતાં યુધિષ્ઠીર ખોટું ન બોલી શકે. જ્યારે યુધિષ્ઠીરે અર્ધસત્યનું ઉચ્ચારણ કર્યું ત્યારે એક ક્ષણ માટે તેનો રથ જમીન પર ઉતરી પડ્યો. દ્રોણ ઉદાસ થઈ ગયાં તેમણે શસ્ત્રો મૂકી દીધાં અને ધૃષ્ટદ્યુમ્ન દ્વારા તેમની હત્યા કરવામાં આવી. એમ કહેવાય છે કે ધૃષ્ટદ્યુમ્ન તેમના પર વાર કરે તે પહેલાં જ દ્રોણની આત્મા ધ્યાન દ્વારા તેમનું શરીર છોડી ચૂકી હતી. તેમના મૃત્યુથી અર્જુન ખૂબ ઉદાસ થઈ ગયો જેની તેમને જીવીત પકડવાની ઈચ્છા હતી.

આધુનિક આકારણી[ફેરફાર કરો]

ઘણાં આધુનિક વિદ્વાનો દ્રોણ દ્વારા કર્ણ અને એકલવ્યને શિક્ષા ન આપવા બદલ તેને રંગ ભેદ અને કુળભેદની નિતી અપનાવનાર ગુનેગાર માને છે.

તેમાં કોઈ શંકા નથી કે અર્જુન પ્રત્યે દ્રોણ પક્ષપાતી હતાં, ખરેખરતો તેઓ પોતાના પુત્ર કરતાં પણ અર્જુન તરફ વધુ પક્ષપાતી હતાં. જો તેનો વિદ્યાર્થી શિક્ષણમાં પાવરધો થાય તો કોઈ પણ શિક્ષક તેના પર મુગ્ધ થઈ જાય તેમ દ્રોણ પણ અર્જુન પર મોહીત હતાં. દ્રોણની વિચારસરણી ભીષ્મ જેવી હતી, તેઓ મનતા હતાં કે તેઓ હસ્તિનાપુરની સેવા એ તેમનો ધર્મ છે પછી ભલે તેનો સમ્રાટ કોઈ પણ હોય કેવો પણ હોય! શ્રી કૃષ્ણએ દુશાસન અને દુર્યોધન દ્વારા દ્રૌપદીનું અપમાન થતી વેળાએ મૌન રહેવા બદલ દ્રોણની ટીકા કરી હતી. પોતને ધર્માત્મા કહેવડાવમાં મોટો ગર્વ લેતાં દ્રોણ, પાંડવોના પક્ષે ધર્મ હોવા છતાં તેમનો સાથ ન આપવા બદલ પણ ટીકા પાત્ર બન્યા.

તેમને અભિમન્યુની કારપીણ હત્યાનું મૂળ કારણ પણ માનવામાં આવે છે, તે દ્રોણ જ હતાં જેમણે અભિમન્યુ પર એક સાથે હુમલો કરી અને જાળમાં ફસાયેલ વીર યોદ્ધાને નિ:શસ્ત્ર કરવાનું કાવતરું ઘડ્યું. જો કે તેઓ હિંદુ શાસ્ત્રોમાં આજે પણ એક માનવંતુ ચરિત્ર મનાય છે કેમકે હિંદુ પરંપરા માં ગુરુ નું માન વડીલે સમાન રખાય છે. ભારત સરકાર દર વર્ષે સર્વ શ્રેષ્ઠ ખેલકૂદ શિક્ષકને દ્રોણાચાર્ય પુરસ્કાર આપે છે.

એમ કહેવાય છે કે ગુરગાંવ (ગુરુનું ગામ)ની સ્થાપના દ્રોણે કરી હતી. આ જમીન તેમને હસ્તિનાપુર નરેશ યુધિષ્ઠીરે તેમને તેમણે મેળવેલી શિક્ષાના બદલામાં આપી હતી. આ શહેરમાં દ્રોણાચાર્ય તળાવ આવેલું છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ વેદ વ્યાસ (અંગ્રેજી ભાષાંતર: કિસરી મોહન ગાંગુલી (1883–1896). "મહાભારત, આદિ પર્વ, સંભવ પર્વ, અધ્યાય ૧૩૧". ભાષાંતર. http://www.sacred-texts.com/. મેળવેલ 30 ઓગસ્ટ 2013. External link in |publisher= (મદદ)CS1 maint: date format (link)
  2. Mahābhārata, Book I: Adi Parva, Sambhava Parva, Section CXXXI.
  3. "Gurgaon History". મૂળ માંથી 2007-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-14.