અકાલા (તા. લાઠી)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અકાલા
—  ગામ  —

અકાલાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′18″N 71°23′08″E / 21.72167°N 71.38546°E / 21.72167; 71.38546
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો લાઠી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમજ શાકભાજી

અકાલા (તા. લાઠી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લાઠી તાલુકામાં આવેલું એક ગામ છે. અકાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અકાલા ગામ અમરેલી જિલ્લાનું ગોકુળીયું અને વિકાસશીલ ગામ છે. ગામની વસ્તિ લગભગ ૫૦૦૦ જેટલી છે. આ ગામમાં દરેક જાતિના લોકો રહે છે. અહીં દરેક ધર્મનાં નાનાં મોટાં મન્દિરો આવેલાં છે. આ ઉપરાંત ૨૦-૨૫ જેટલા ચેક ડેમો તેમ જ ૨-૩ તળાવો છે.