લખાણ પર જાઓ

કડોદરા

વિકિપીડિયામાંથી
કડોદરા
—  ગામ  —
કડોદરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°05′07″N 72°58′43″E / 21.08538°N 72.978535°E / 21.08538; 72.978535
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો પલસાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, કેળાં, સૂરણ,
પપૈયાં, કેરી તેમજ શાકભાજી

કડોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા પલસાણા તાલુકામાં આવેલું ગામ છે. કડોદરા ગામમાં હળપતિ તેમ જ પાટીદારોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, સૂરણ, પપૈયાં, કેરી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
કડોદરા ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ એમ બે મોટા રસ્તાઓ એકબીજા સાથે ચોકડી બનાવે છે. હાલમાં (ઇ. સ. ૨૦૦૯) રા. ધો. માર્ગ નં ૮ પર ફ્લાય ઓવર બનાવી આ ચોકડી પરના વાહનવ્યવહારની ભીડને હળવી કરવામાં આવી છે. કડોદરા ચોકડીની ચારેય તરફ રસ્તાની આજુબાજુ બનેલાં શોપીંગ સેન્ટરોને કારણે કડોદરા શહેર સમોવડું બની ગયું છે. અહીં પેટ્રોલ પંપ, હોસ્પિટલો, દવાખાનાંઓ, વાહનો માટે ગેરેજ તથા સર્વિસ સ્ટેશનો, લઘુ ઉદ્યોગ આધારિત એકમો, લાકડાં વહેરવાની લાટીઓ, હોટલો વગેરે સરસ રીતે વિકસિત થયેલાં જોવા મળે છે. અહીં સુરત વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો એટલે કે બીનગુજરાતીઓ પણ મોટા પ્રમાણમાં વસવાટ કરવા લાગ્યા છે.