લખાણ પર જાઓ

કરજોડા (તા. પાલનપુર)

વિકિપીડિયામાંથી
કરજોડા
—  ગામ  —
કરજોડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E / 24.171; 72.438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો પાલનપુર
સરપંચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો, શાકભાજી

કરજોડા (તા. પાલનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.[] કરજોડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં આવેલ દૂધની ડેરી ના લીધે મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય વિકાસ પામેલ છે અને મહત્તમ લોકોને સારા અને પૂરતા પ્રમાણમાં રોજગારી મળે છે અને સારા પ્રમાણમાં આર્થિક વિકાસના કારણે દરેક લોકોનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસ થયો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય હીરા ઘસવાનો તેમજ ખેત મજૂરી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

કરજોડા ગામમાં પ્રાચિન ઈશ્વરિયા મહાદેવનું મંદિર આવેલુ છે.

ઈશ્વરિયા મહાદેવ મંદિરની ચારે બાજુ કેવડાનું જંગલ આવેલુ છે. જે આશરે આઠ એકરમાં પથરાયેલુ છે. લડબી નદીનું મૂળ કરજોડા ગામ[]ના આ કેવડાના જંગલોમાં આવેલું છે, જ્યાંથી લડબી નદી નીકળે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |accessdate= (મદદ)
  2. "ગઢ નજીક લડબી નદીના પટમાં વનસ્પતિથી પૂરની ભીતિ". દિવ્ય ભાસ્કર. ૨૭ જુલાઇ ૨૦૧૦. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૭. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)