લખાણ પર જાઓ

કાયાવરોહણ

વિકિપીડિયામાંથી
કાયાવરોહણ
—  ગામ  —
કાયાવરોહણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°07′46″N 73°25′03″E / 22.129471°N 73.417557°E / 22.129471; 73.417557
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો ડભોઇ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, તુવર, શાકભાજી

કાયાવરોહણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા ડભોઇ તાલુકામાં આવેલું એક મોટું તેમ જ ધાર્મિક મહત્વ ધરાવતું ગામ છે. કાયાવરોહણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કાયાવરોહણ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર વડોદરા અને કરજણ વચ્ચે આવેલા પોર ખાતેથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ દ્વારા જઇ શકાય છે. આ ઉપરાંત ડભોઇ, સાધલી સાથે પણ આ ગામ રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલ છે. અહીં જવા માટે વડોદરાથી એસટી બસની સગવડ મળે છે.

કાયાવરોહણ અને તેની આસપાસનો વિસ્તાર પુરાતત્વિય મહત્વ ધરાવે છે. અહીંથી ૨જી સદીના સ્થાપત્યો અને શિલ્પો મળી આવ્યા છે.

કાર્વણ ખાતેના શિવ મંદિરો ૧૧-૧૭મી સદી દરમિયાન આક્રમણો વડે નાશ પામ્યા હતા, પરંતુ શિવ લિંગ જળવાઇ રહ્યું હતું.

લાકુલિશ અને કાર્વણ મંદિરો ૧૨મી સદીના પાછલા ભાગમાં હિંદુ સંત કૃપાલવાનંદ દ્વારા ફરી બાંધવામાં આવ્યા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. પૃષ્ઠ 238. ISBN 978-0-8160-7564-5.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]