લખાણ પર જાઓ

કેવડીયા (તા. કપડવંજ)

વિકિપીડિયામાંથી
કેવડીયા
—  ગામ  —
કેવડીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′18″N 73°04′10″E / 23.021549°N 73.069481°E / 23.021549; 73.069481
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો કપડવંજ
સરપંચ અલ્પાબેન વિપુલભાઈ પટેલ
વસ્તી ૧,૮૬૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક, સરકારી દવાખાનું
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં

કેવડીયા ભારત દેશના ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં પહેલાંના સમયમાં વ્યાપારીક તેમજ લશ્કરી મહત્વ ધરાવતા એવા કપડવંજ તાલુકામાં આવેલું એક ગામ છે. કેવડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, બટાટા, શક્કરીયાં, તમાકુ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કેવડીયા ગામમાં હવે ગટર લાઈન નાખવામાં આવી છે. ગામમાં સિમેન્ટ-કોન્ક્રીટના પાકા રસ્તા છે. આ ગામનો જૂનો રસ્તો જે કપડવંજ-ગાંધીનગર હાઇવેથી કેવડીયા ગામ સુધી આવે છે, તેને પણ પાકો કરવામાં આવ્યો છે.

આ ગામના હેઠળ ૧ કિમી દૂર પાનિયા અને ૨ કિમીના અંતરે કૈલાશ કંપા ગામ આવેલા છે, જેમને કેવડીયા ગ્રામપંચાયતમાં સમાવવામાં આવેલા છે.[સંદર્ભ આપો]

કેવડિયા ગામમાં સરકારી દવાખાનું આવેલું છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Kevadiya Village Population - Kapadvanj - Kheda, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૭.