ગાંજીસર (તા. સાંતલપુર)
ગાંજીસર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°45′48″N 71°10′01″E / 23.763241°N 71.167°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | સાંતલપુર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ગાંજીસર (તા. સાંતલપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સાંતલપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ગાંજીસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ગાંજીસરનું જૂનું નામ ગાંજુગઢ હતું, ત્યારે તેના પર સોઢા રાજપુતોનું શાસન હતું.[સંદર્ભ આપો] ગામમાં સોઢા રાજપૂત લેંબાજી સોઢા દ્વારા બંધાયેલ લેંબાળું તળાવ આવેલું છે. અને ગાંજીસર ના ગામ તળાવ મા સોઢા ની વાવ મોજુદ છે દૈસર ગામના રાજપૂતો ગાંજીસર ખાતે આવેલા ક્ષેત્રપાળ દાદાના સ્થાને લગ્ન પછી મીંઢળ છોડવા જાય છે.
અહીં ગોગા મહારાજનું મંદિર તેમજ રબારી સમાજની ૧૩૩ શાખાઓ પૈકી ભાંગરા શાખની(કુળની) કુળદેવી શ્રી માળેશ્રી (માળેચી) માતાજીના મંદિરો આવેલા છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |