સાંતલપુર

વિકિપીડિયામાંથી
સાંતલપુર
—  ગામ  —
સાંતલપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°45′48″N 71°10′01″E / 23.763241°N 71.167°E / 23.763241; 71.167
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સાંતલપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

સાંતલપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સાંતલપુર અને ચાડચતના રાજવીઓ જાડેજા રાજપૂત હતા. સ્થાનિક ઇતિહાસ પ્રમાણે જાડેજાઓ સાંતલપુરમાં આવ્યા એ પહેલાં સાંતલપુર પર તુર્કો શાસન કરતા હતા, જેઓ કદાચ સિંધમાંથી આવ્યા હતા. તેમના પછી ઝાલા રાજપૂતો ત્યાં વસ્યા હતા અને ગામને સાંતલપુર નામ આપ્યું હતું. સાંતલ ઝાલા લુણાજી વાઘેલાની બહેન સાથે પરણ્યાં હતા, જેઓ ગિડિ અને રાધનપુરનાં વિજેતા હતા. પરંતુ, લુણાજીનું અપમાન કરતા બંને વચ્ચે યુદ્ધ થયું હતું અને ઝાલાનો વધ થયો હતો. સાંતલપુર પર વાઘેલાઓનું શાસન વધુ સમય ન રહ્યું. લુણાજીના પુત્ર સરખજીને કચ્છના રાવ ખેંગારજી પ્રથમે સાંતલપુર અને ચાડચત જીતી હાંકી કાઢ્યા.[૧]

સાંતલપુર બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું,[૨] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં રૂપાંતર થયું. ૧૯૬૦માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે સાંતલપુર બનાસકાંઠા જિલ્લામાં આવ્યુ. ત્યારબાદ તેનો પાટણ જિલ્લામાં સમાવેશ થયો.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૩૩.
  2. Chisholm ૧૯૧૧, p. ૭૮૫.

પુસ્તકો[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૧-૩૩૨.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.


આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૨૯-૩૩૧. માંથી લખાણના અંશો ધરાવે છે.