ગુંદીયાળી (તા. માંડવી)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુંદીયાળી (તા. માંડવી)
—  ગામ  —

ગુંદીયાળી (તા. માંડવી)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°50′09″N 69°25′10″E / 22.835700°N 69.419453°E / 22.835700; 69.419453
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
રાવલ પીર

ગુંદીયાળી (તા. માંડવી) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ભુગોળ[ફેરફાર કરો]

આ ગામ માંડવી નજીક દરિયાકિનારે આવેલું છે. ગામ ઊંચાઇ પર મોટી સંખ્યામાં વડના વૃક્ષો વડે ઘેરાયેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

રાવલ પીરનું મંદિર

અહીં રાવલ પીરનું ૧૮૧૯ (સંવત ૧૮૭૬)માં શેઠ સુંદરજી અને જેઠવા શિવજી દ્વારા પુન:નિર્માણ કરેલું પવિત્ર મંદિર આવેલું છે. રાવલ પીરનો જન્મ ૧૪મી સદીમાં તેમના માતાના હાથના ગૂમડાંમાંથી થયો હોવાનું કહેવાય છે. તેમણે જખૌ ખાતે ઘીણોધર ટેકરી પર ધોરામનાથના દર્શનાર્થીઓને રંજાડતા મુસ્લિમ લૂંટારાઓને નષ્ટ કરીને નામના મેળવી હતી. તેઓ ત્યારબાદ દેરજ નામના દાલ રાજપૂતની સાથે ગુંદીયાળી આવ્યા અને રાઠોડોની સામે તેની મદદ કરી હતી. દર વર્ષે ઘણાં મુસ્લિમ અને હિંદુ શ્રદ્ધાળુઓ અહીં માનતા માનવા આવે છે અને પથ્થરના ઘોડાને ફૂલો ચડાવે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર માંડવી તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. p. ૨૨૨. Check date values in: |year= (મદદ)

આ પણ જુવો[ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને માંડવી તાલુકાના ગામ