ચંડાલજ (તા. સિદ્ધપુર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચંડાલજ
—  ગામ  —
ચંડાલજનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°54′51″N 72°22′18″E / 23.91408°N 72.371597°E / 23.91408; 72.371597
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સિદ્ધપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ચંડાલજ (તા. સિદ્ધપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સિદ્ધપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ચંડાલજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં રામદેવપીરનું પ્રાચિન મંદિર આવેલું છે. ગામમાં ભાદરવા સુદ અગિયારસના દિવસે માતાની ઉજાણી થાય છે. ઉજાણીમાં લાડવા, ખીચડી અને રીંગણ-વાલોળનું શાક હોય છે. ગામના તમામ લોકો સગાવહાલા સાથે ઉજાણી કરે છે. ભાદરવા સુદ નોમના દિવસે ગામલોકો રામદેવપીરના મંદિરે નેજા ચઢાવે છે. અષાઢ મહીનાની અમાસ ના દિવસે ગામમા ઓલિયાપીર નો મેળો ભરાય છે.