ઝાખર
દેખાવ
| ઝાખર | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 22°11′18″N 69°57′45″E / 22.188239°N 69.962478°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | જામનગર |
| તાલુકો | લાલપુર |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી, રજકો તેમજ અન્ય શાકભાજી |
ઝાખર ભારત દેશના ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલું ગામ છે. ઝાખર ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરે છે. ગામની નજીકમાં રિફાઇનરી આવેલી હોવાથી ઘણા લોકોને તેમાં પણ રોજગારી મળી રહે છે. આશરે ૫૦૦૦થી ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં મગફળી, કપાસ, જીરુ, ઘઉં જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી તેમ જ પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે.
ઝાખર ગામમાં જુન્ડેશ્વર મહાદેવનું ખુબ પ્રચલિત મંદિર અને એક હનુમાન મંદિર પણ આવેલાં છે. દર આઠમના દિવસે શિવ મંદિરે મેળો ભરાય છે.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |