ડુંગરી (તા. ઝાલોદ)
Appearance
ડુંગરી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°03′07″N 73°24′15″E / 23.051945°N 73.404164°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
તાલુકો | ઝાલોદ |
વસ્તી | ૬,૯૯૯[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | મકાઈ, ઘઉં, ડાંગર, મગ શાકભાજી |
ડુંગરી (તા. ઝાલોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ઝાલોદ તાલુકાનું ગામ છે. ડુંગરી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. મકાઈ, ઘઉં, ડાંગર, ચણા, અડદ, અન્ય કઠોળ તેમ જ શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે.
ગામમાં એક માધ્યમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૯ થી ૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. આ શાળાનું સંચાલન ભીલ સેવા મંડળ દાહોદ દ્વારા કરવામાં આવે છે. ગામમાં કુલ પાંચ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેનું સંચાલન જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા કરવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Dungri Village Population, Caste - Jhalod Dahod, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-03-22 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-22.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |