તારણપંથ
આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે.
|
તારણપંથ એ એક દિગંબર જૈન પંથ છે.
વિવરણ
[ફેરફાર કરો]તેની સ્થાપના મધ્ય ભારતના બુંદેલખંડ વિસ્તારમાં ઈ.સ. ૧૫૦૫ આસપાસ સંત તારણે કરી હતી. આ પંથ મૂર્તિપૂજાને માન્યતા આપતો નથી. તે આત્મજ્ઞાનની પ્રાપ્તિને પ્રાધાન્ય આપે છે. તારણ સ્વામી દ્વારા આ પંથ માટે ૧૪ ગ્રંથોની રચના કરવામાં આવી હતી. આ પંથના અનુયાયીઓ મૂર્તિપૂજા કરતા નથી. તેઓ ચૈત્યાલયોમાં રાખવામાં આવેલ શાસ્ત્રોને સન્માન આપે છે.[૧]. આ પંથમાં તારણ સ્વામી દ્વારા રચિત ગ્રંથો ઉપરાંત દિગંબર જૈન આચાર્યો દ્વારા રચિત ગ્રંથોને પણ માન્યતા છે.[૨] તારણ સ્વામીનો પ્રભાવ મધ્ય ભારતના કેટલાક વિસ્તાર પૂરતો જ રહ્યો હતો. આજે પણ મધ્ય ભારતના પ્રાંતોમાં આ પંથના અનુયાયીઓ છે.
તીર્થ
[ફેરફાર કરો]તારણ પંથના ચાર તીર્થો છે:
- પુષ્પાવતિ વિલ્હેરી, કટની જિલ્લો, મધ્ય પ્રદેશ - અહીં સંત તારણનો જન્મ થયો હતો. અહીં તારણ જયંતી પર મેળો-મહોત્સવ થાય છે. આ કટનીથી ૨૦ કિલોમીટર દૂર છે.
- નિસઇજી સેમરખેડી, વિદિશા જિલ્લો, મધ્ય પ્રદેશ - અહીંથી સંત તારણે સાધના કરી હતી. અહીં વસંતપંચમી પર મેળો-મહોત્સવ થાય છે. આ સિરોજથી ૭ કિલોમીટર દૂર છે.
- નિસઇજી સૂખા, દમોહ જિલ્લો, મધ્ય પ્રદેશ- અહીં સંત તારણે પ્રચાર કર્યો હતો. અહીં દિવાળી પછી અગિયારસ પર મેળો-મહોત્સવ થાય છે. આ પથરિયાથી ૭.૫ કિલોમીટર દૂર છે.
- નિસઇજી મલ્હારગઢ, અશોકનગર જિલ્લો, મધ્ય પ્રદેશ - અહીં સંત તારણની સમાધિ થઈ હતી. અહીં હોળી પછી પર મેળો-મહોત્સવ થાય છે. આ મુગાવળીથી ૧૪ કિલોમીટર દૂર છે.
અન્ય તીર્થો
[ફેરફાર કરો]- ગ્યારસપુર
- હિમાયુ પાન્ડે
- શિખર જી
- ગઢૌલા
સમુદાય
[ફેરફાર કરો]તારણ પંથમાં ૬ સમુદાયો છે.
- સમૈયા
- અસાટી
- ચરણાગરે
- દોસકે
- ગોલાલારે
તહેવારો
[ફેરફાર કરો]- દિવાળી
- જૈન નવું વર્ષ
- તારણ જયંતી
- મહાવીર જયંતી
- તારણ તરણ ગુરુપર્વી
- શ્રુત પંચમી
- પર્યુષણ પર્વ
વસ્તી
[ફેરફાર કરો]તારણપંથના લોકો ભારતના ચૌદ રાજ્યોના ૮૪ જિલ્લોઓના ૪૫૦ ગામ અને શહેરોમાં વસે છે. તારણ પંથની સૌથી વધારે વસ્તી ગંજબાસૌદા અને ભોપાલમાં છે. તારણપંથની વસ્તી ૨૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ છે.
ચૈત્યાલય
[ફેરફાર કરો]તારણપંથના મંદિરો ને ચૈત્યાલય કહેવામાં આવે છે. કુલ ચૈત્યાલયોની સંખ્યા ૧૬૮ છે જેમાં સૌથી વધારે ૫ ચૈત્યાલયો ગંજબાસૌદામાં આવેલા છે. ચૈત્યાલયોની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં પ્રથમ દિવસે ધ્વજારોહણ, અસ્થાપ, બીજા દિવસે કલશારોહણ, પાલકીમહોત્સવ અને ત્રીજા દિવસ વેદી સૂતન અને તિલક મહોત્સવ થાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Smarika, Sarva Dharma Sammelan, 1974, Taran Taran Samaj, Jabalpur
- ↑ "Books I have Loved". Osho.nl. મૂળ માંથી 2012-05-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |