નવલગઢ (તા. ધ્રાંગધ્રા)

વિકિપીડિયામાંથી
નવલગઢ
—  ગામ  —
નવલગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°59′23″N 71°27′47″E / 22.989593°N 71.463056°E / 22.989593; 71.463056
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ધ્રાંગધ્રા
વસ્તી ૧,૮૫૭[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 54 metres (177 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૬૩૩૨૦

નવલગઢ (તા. ધ્રાંગધ્રા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું એક ગામ છે. નવલગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

નવલગઢ ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર માર્ગ પર આવેલું છે.

નવલગઢમાં ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ વિશાળ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના દ્વારા ગામની બત્તીઓનાં થાંભલા ઝગમગે છે અને સમગ્ર ગામને પાઈપ લાઈનથી બાયોગેસ પહોચાડવામાં આવે છે. હાલ નવલગઢમાં એક સેવક પ્રોજેક્ટ ચાલે છે જેમાં ગામલોકોના ઘરે જઈ તેમના લોહીનું દબાણ (બીપી) અને મધુપ્રમેય (ડાયાબિટિસ) તપાસવામાં છે. આ સેવક પ્રોજેક્ટ 'આપી' સંસ્થા દ્વારા મફતમાં ચલાવવામાં આવે છે.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Population of Navalgadh Village, Surendranagar, Gujarat". Populationofindia.co.in. મેળવેલ 2014-11-29.