લખાણ પર જાઓ

નાયકા (તા. સમી)

વિકિપીડિયામાંથી
નાયકા
—  ગામ  —
નાયકાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′57″N 71°46′30″E / 23.6824°N 71.775124°E / 23.6824; 71.775124
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સમી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

નાયકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સમી તાલુકામાં આવેલું એક ગામ છે. નાયકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. નાયકા ગામનું નામ પાટણની મહારાણી નાયકાદેવી ઉપરથી રાખવામાં આવેલું છે.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ગામમાં બહુધા માતાજીનું મંદિર, સતી માતાનું મંદિર અને શ્રી સ્વયંભૂ દુધાધારી મહાદેવનું મંદિર આવેલું છે

સૌર પાર્ક

[ફેરફાર કરો]

નાયકા ગામ ખાતે ૧૨.૩ મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક આવેલો છે. આ સોલાર પાર્કનું નિર્માણ ગુજરાત સરકારના ઊર્જા વિકાસ નિગમના સૌજન્યથી આસ્ટોનફિલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ સોલાર પાર્ક માંથી ઉત્પન્ન થતી વિજળી ૨૯,૯૦૦ ગામોને માટે વિજળી પૂરી પાડી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટમાં એઞીનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઇ.પી.સી)નું કામ શ્નાઇડર ઇલેક્ટ્રિક કંપની દ્વારા હાથ ધરાયુ છે.