પાંચસરા મોટા (તા. લાલપુર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાંચસરા મોટા
—  ગામ  —
પાંચસરા મોટાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°11′18″N 69°57′45″E / 22.188239°N 69.962478°E / 22.188239; 69.962478
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો લાલપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

પાંચસરા મોટા (તા. લાલપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા લાલપુર તાલુકામાં આવેલું એક ગામ છે. પાંચસરા મોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ બે નદીનાં કાંઠે વસેલું છે. નાગમતિ અને રંગમતિ. જે આગળ જતાં એક થઈ જાય છે. આ બંન્ને નદીઓનું ઉદ્ગમસ્થાન આસપાસની ટેકરીઓ, જેવી કે, લામધાર, તણખિયો, દુધિયો વગેરે છે. નજીકનાં ખડ ખંભાળીયા ગામ પાસે આ નદી પર નાનકડો બંધ આવેલો છે. આગળ જતાં આ નદી પર રણજીત સાગર બંધ આવેલો છે. ગામમાં રાજાશાહી વખતનો પુરાતન મહેલ આવેલો છે. ગામની નજીકમાં હદામોરી નામે ઓળખાતી ટેકરી આવેલી છે જે પર શૂરવીરોના પાળિયા આવેલા છે. આ ગામ સમરસ જાહેર થયેલું છે તેમજ સ્વચ્છતા માટેનો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળેલો છે.[સંદર્ભ આપો]