ભાટગામ
ભાટગામ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°20′15″N 72°44′51″E / 21.337379°N 72.747452°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | ઓલપાડ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર તેમજ શાકભાજી |
ભાટગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું એક ગામ છે, જે તાલુકા મથક ઓલપાડ થી આશરે ૫ (પાંચ) કિલોમીટર જેટલું દૂર આવેલ છે. ભાટગામ ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
આ ગામમાં ઐતિહાસિક મહાકાળી માતાનું મંદિર છે, જ્યાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન રામનવમી દરમિયાન મેળો ભરાય છે.
ઇતિહાસમાં ઉલ્લેખ
[ફેરફાર કરો]ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રા આ ગામમાં થઈ પસાર થઈ હતી. યાત્રામાં ફળો ભરેલા ખટારા, કીટ્સ લેમ્પ માથે રાખી ચાલતા મજૂરો વગેરેના ઠઠારા જોઈ ગાંધીજીએ મનોમંથન કર્યું અને આ ગામમાં સત્યાગ્રહીઓને કીટ્સ લેમ્પને બદલે પોતાના મનમાં પ્રકાશ કરી શોધ ખોળ કરવા જણાવ્યું. [૧]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
- ↑ "Natitional Salt Satyagrah Mural". commons.wikimedia.org. Wikimedia Foundation. 2019-08-10. મેળવેલ 2019-08-10.