ઘુમાથી સાણંદ જતા મુખ્ય રસ્તા પરથી આ ગામ થોડું દુર છે. મુખ્ય રસ્તા પર આવેલા મોટા વડના વૃક્ષ નીચે એએમટીએસ બસનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેન્ડને મણીપુર વડ નામ આપવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડ પરથી અમદાવાદના ઘણા બધા વિસ્તારોને સાંકળતી બસ સેવા એએમટીએસ રૂટ ૧૫૧/૩ ઉપલબ્ધ છે.