લખાણ પર જાઓ

રામસણ (તા. ડીસા)

વિકિપીડિયામાંથી
રામસણ
—  ગામ  —
રામસણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ડીસા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

રામસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ડીસા તાલુકામાં આવેલું એક ગામ છે. રામસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

રામસણમાં પ્રાચીન અવશેષો ધરાવતું જૈન તીર્થ આવેલું છે જેના જિર્ણોદ્ધારનું કાર્ય આશરે ૨૨૦૦ વર્ષ પૂર્વે સંપ્રતિ રાજાએ જિનબિંબ ભરાવી કરાવ્યું હતું. દસમી સદીમાં પણ રામસેન્યના મહારાજા રધુસેન દ્વારા સંવંત ૧૦૮૪માં જૈનાચાર્ય સંધદેવસુરી મહારાજના હસ્તે અહીંના દેરાસરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દશમી સદીમાં અહીંથી નજીકમાં આવેલા ડુવા તીર્થ અને ભીલડીયાજી તીર્થ એમ ત્રણેય તીર્થને જોડતા ૫૦ કીલોમીટર જેટલો લાંબો ભુમિમાર્ગ (ભોયરૂં) હતું[સંદર્ભ આપો].