વરસોડા (તા. માણસા)
વરસોડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગાંધીનગર |
તાલુકો | માણસા |
વસ્તી | ૨,૨૪૧[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
વરસોડા (તા. માણસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું એક નાનું ગામ છે. વરસોડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આ ગામ સાબરમતી નદીના કિનારા પર આવેલું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી તે આશરે 25 kilometres (16 mi) દૂર આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ભારતની સ્વતંત્રતા પહેલાં વરસોડા રજવાડું હતું અને ચાવડા વંશના રાજપૂતો વડે બ્રિટિશ રાજ હેઠળ શાસિત હતું. ચાવડા વંશે સૌપ્રથમ ઇસ ૭૪૫માં અણહિલવાડ પાટણમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું. ઘણી સદીઓ સુધી પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. ચાવડા રાજપૂતોએ ૨૦૦ વર્ષ સુધી પાટણ પર શાસન કર્યું. તેમણે પાટણ બાદ મહેસાણા, માણસા અને વરસોડામાં પોતાનો વિસ્તાર ફેલાવ્યો. વરસોડાની સ્થાપના ઠાકુર સૂર્યમલજીએ કરી હતી. વરસોડાના છેલ્લા શાસક ઠાકુર જોરાવરસિંહજી (જન્મ ૧૯૧૪) ૧૯૧૯માં ગાદીએ આવ્યા હતા. ચાવડાઓની કુળ દેવી ચામુંડા માતા છે, જેમનું મંદિર આ ગામમાં આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Varsoda Village Population, Caste - Mansa Gandhinagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2019-01-16.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |