વિશ્વકર્મા જયંતી
વિશ્વકર્મા જયંતિ | |
---|---|
વિશ્વકર્મા | |
બીજું નામ | વિશ્વકર્મા દિવસ, વિશ્વકર્મા પૂજા |
ઉજવવામાં આવે છે | ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, બિહાર, ઑડિશા, ઝારખંડ, આસામ |
પ્રકાર | હિંદુ |
ઉજવણીઓ | વિશ્વકર્માની પૂજા |
તારીખ | મહા સુદ તેરસ (ગુજરાત)[૧]; કન્યા સંક્રાંતિ; હિંદુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ[૨][૩] |
આવૃત્તિ | વાર્ષિક |
વિશ્વકર્મા જયંતી એ દેવોના સ્થપતિ, હિંદુ દેવ, વિશ્વકર્માને સમર્પિત ઉત્સવ છે.[૪] તેમને સ્વયંભુ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે. તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું જ્યાં કૃષ્ણે શાસન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાંડવોની માયા સભા અને દેવતાઓ માટે ઘણા શસ્ત્રોના નિર્માતા હતા. તેમણે એમ પણ દૈવી સુથાર કહેવામાં આવે છે ઋગ્વેદમાં સ્થાપત્ય અને યાંત્રિકી વિજ્ઞાનને આવરી લેતા સ્થાપત્ય વેદના જનક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે
તારીખ
[ફેરફાર કરો]ગુજરાતમાં વિશ્વકર્મા જયંતી વિક્રમ સંવત મહા સુદ તેરસના રોજ ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આવે છે.[૧]
આસામ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઑડિશા અને ત્રિપુરા જેવા રાજ્યોમાં આ તહેવાર 'કન્યા સંક્રાંતિ' ના દિવસે, જે સામાન્ય રીતે દર વર્ષે ગ્રેગોરીયન તારીખો ૧૬ અથવા ૧૯ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જે ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો અંતિમ દિવસ હોય છે.
ઑક્ટોબર-નવેમ્બરમાં ગોવર્ધન પૂજાની સાથે દિવાળી પછીના દિવસે પણ વિશ્વકર્મા પૂજા પણ ઉજવવામાં આવે છે.[૫]
ભારતના પડોશી દેશ નેપાળમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
ઉજવણી
[ફેરફાર કરો]આ તહેવાર મુખ્યત્વે ફેક્ટરીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં અને ખાસ કરીને કાર્યશાળામાં ઉજવાય છે. માત્ર યાંત્રિકી (એન્જિનિયરિંગ) અને સ્થાપત્ય (આર્કિટેક્ચરલ) સમુદાય જ નહિ પણ કારીગરો, મિકેનિક, સુથાર, લુહાર, વેલ્ડરો, ઔદ્યોગિક કામદારો, ફેક્ટરી કામદારો અને અન્ય લોકો પણ આ દિવસ ઉજવે છે. તેઓ વધુ સારા ભવિષ્ય, સલામત કાર્ય પરિસ્થિતિઓ અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે પ્રાર્થના કરે છે. કામદારો વિવિધ મશીનોની સુવ્યવસ્થિત કામગીરી માટે પ્રાર્થના પણ કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Vishwakarma Jayanti: સૃષ્ટિના સર્જક, શિલ્પકલા અને વિજ્ઞાની ભેટ આપનારાં વિશ્વના પહેલાં આર્કિટેક ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ". Zee News Gujarati. 2021-02-25. મેળવેલ 2021-07-17.
- ↑ "विश्वकर्मा पूजा: जानें महत्व और जन्म की कहानी". Aajtak. 17 September 2017. મેળવેલ 22 July 2019.
- ↑ "All About Lord Vishwakarma and Vishwakarma Puja". Hind Utsav. મેળવેલ 22 July 2019.
- ↑ Melton, J. Gordon (13 September 2011). Religious Celebrations: An Encyclopedia of Holidays, Festivals, Solemn Observances, and Spiritual Commemorations. ABC-CLIO. પૃષ્ઠ 908–. ISBN 978-1-59884-205-0.
- ↑ Shobna Gupta (2010). Festivals Of India. Har-Anand Publications. પૃષ્ઠ 84–. ISBN 978-81-241-1277-9.