વેજળકા

વિકિપીડિયામાંથી
વેજળકા
—  ગામ  —
વેજળકાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°15′09″N 71°51′45″E / 22.252520°N 71.862409°E / 22.252520; 71.862409
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો રાણપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

વેજળકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલું ગામ છે.[૧] વેજળકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

૨૦૧૪માં ગામની નજીક પુરાતન સ્થળ મળી આવ્યું છે.

પુરાતત્વીય સ્થળ[ફેરફાર કરો]

આ સ્થળ મહત્વના પુરાતત્વીય સ્થળ લોથલથી ૫૦ કિમી દૂર આવેલું છે. ગુજરાતમાં લગભગ ૧૯૦ હડપ્પીય સ્થળો આવેલા છે, જેમાંના મોટાભાગના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે.[૨]

૨૦૧૪માં અહીં ખોદકામ કાર્ય શરૂ થયુ હતું અને ૨ વર્ષ સુધી ચાલ્યું હતું. આ ખોદકામ પુરાતત્વ વિભાગ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્થળ ઇ.સ. પૂર્વે ૨૩૦૦ થી ઇ.સ. પૂર્વે ૨૦૦૦ ના સમયની સિંધુ ખીણની સંસ્કૃતિનું છે. તે શહેરી વિસ્તારોને કાચો માલસામાન પુરો પાડતું ગ્રામ્ય સ્થળ છે.[૨]

ખોદકામ દરમિયાન, પુરાતત્વશાસ્ત્રીઓએ મોટી સંખ્યામાં વાસણો, પ્રાણીઓનાં હાડકાંઓ, કાચી દિવાલો, મણકાંઓ અને પથ્થરના હથિયારો શોધી કાઢ્યા છે. મણકાંઓ અને પથ્થરના હથિયારો સૂચવે છે કે અહીં નાની ઔદ્યોગિક વસાહતો હતી. કાચી દિવાલો એ સમયનું સ્થાનિક સ્થાપત્ય સૂચવે છે. અહીંથી એક પ્રકારના સિરામીક વાસણો મળ્યા છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૂચન કરે છે.[૨]

રાણપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Roy, Ruby (૧૨ એપ્રિલ ૨૦૧૬). "New Harappan site found in Botad village". The Times of India. મેળવેલ ૨૩ જુલાઇ ૨૦૧૬.