વેડછી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વેડછી
—  ગામ  —
વેડછીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°02′57″N 73°15′37″E / 21.049117°N 73.260319°E / 21.049117; 73.260319
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો વાલોડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, શેરડી, કેરી, પપૈયાં,

કેળાં, શાકભાજી

વેડછી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા વાલોડ તાલુકાનું ગામ છે. વેડછી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. અહીં શેરડી, ડાંગર, કેળાં તેમ જ અન્ય શાકભાજીની ખેતી થાય છે.

વેડછી ગામ નારાયણ દેસાઈના ગાંધીવાદી પ્રવૃત્તિથી જાણીતા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય માટે દેશભરમાં જાણીતું છે.[૧] અહીં સ્નાતક સુધીનો અભ્યાસ કરી શકાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "જાણીતા ગાંધીવાદી નારાયણ દેસાઈનું અવસાન". ૧૬ માર્ચ ૨૦૧૫. Retrieved ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬.