લખાણ પર જાઓ

સરપદડ (તા. પડધરી)

વિકિપીડિયામાંથી
સરપદડ
ગામ
સરપદડ is located in ગુજરાત
સરપદડ
સરપદડ
સરપદડ is located in India
સરપદડ
સરપદડ
અક્ષાંશ-રેખાંશ: 22°26′05″N 70°36′09″E / 22.434808°N 70.602503°E / 22.434808; 70.602503
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોરાજકોટ
તાલુકોપડધરી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સરપદડ (તા. પડધરી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા પડધરી તાલુકામાં આવેલું એક ગામ છે. સરપદડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ,રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, જવાહરલાલ વિધાલય, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામ ની વચ્ચે આશરે ૧૫-૨૦ ગામો ને જોડતો મોટો પુલ આવેલો છે. જે ડોન્ડી નદી ઉપરથી પસાર થાય છે. ડોન્ડી નદીના કિનારે ભરવાડ સમુદાય ના નેસ આવેલા છે.

સરપદડ ગામમાં શ્રી સેવા મંડળ સરપદડ નામની સંસ્થા અને ખેડૂત લક્ષી બે મંડળી પણ આવેલી છે.