સુદાસણા
સુદાસણા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°01′35″N 72°47′40″E / 24.026472°N 72.794327°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | સતલાસણા |
વસ્તી | ૪,૮૧૯[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
સુદાસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાનાં સતલાસણા તાલુકામાં આવેલું મોટું ગામ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]મુળ દાંતા રજવાડા (ભવાનગઢ) થી વર્ષો પહેલાં છુટું પડેલું સુદાસણા સ્ટેટ ૨૪ ગામનું સ્ટેટ હતું. જેમાંનાં નવા સુદાસણા, ડાવોલ, જસપુર, નજોપુર, તાલેગઢ, મહમદપુર, તખ્ખતપુર, રાણપુર વિગેરે ઠાકોરસાહેબે પોતાના હસ્તક રાખી ૫ ગામ નજીકના ભાયાતોને વહીવટ અર્થે આપેલાં હતાં, જેમાં પિરોજપુરા, ખિલોડ, રીછડા, ઈશાકપુરા અને ચિકણા ગામોનો સમાવેશ થાય છે. આઝાદી પહેલાંના સમયમાં આ ગામ મહી કાંઠા એજન્સીમાં આવતું હતું.
સુદાસણા વસ્તીની દૃષ્ટિએ સતલાસણા તાલુકામાં બીજા ક્રમે આવે છે.[૨]
મોટે ભાગે પહાડીઓથી ઘેરાયેલું આ ગામ એક સમયે "નાની મારવાડ" તરીકે પ્રચલિત હતું. કારણ કે, મહદ્ અંશે રાજપૂતોની વસ્તી ધરાવતું આ ગામ રાજસ્થાન સાથેના સામાજીક સંબંધો ધરાવે છે. જેથી આજે પણ અહીં રાજસ્થાની રીત-રીવાજ જોવા મળે છે.[સંદર્ભ આપો] બાજુમાં કેદારેશ્વર નામે ઐતિહાસિક મંદિર આવેલું છેે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Sudasana Village Population, Caste - Satlasana Mahesana, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-08.
- ↑ "Villages and Towns in Satlasana Taluka of Mahesana, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-08.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |