હરીપુરા (કણઘાટ)

વિકિપીડિયામાંથી
(હરીપુરા(કણઘાટ) થી અહીં વાળેલું)
હરીપુરા
—  ગામ  —
હરીપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°15′15″N 73°18′08″E / 21.254167°N 73.302222°E / 21.254167; 73.302222
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો માંડવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો જુવાર, મગફળી,
ડાંગર, ચણા, વાલ, તુવર,
શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

હરીપુરા (કણઘાટ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. હરીપુરા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. જુવાર, મગફળી, ડાંગર, ચણા, વાલ, તુવર અને અન્ય શાકભાજી અહીંનાં ખેત- ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

હરીપુરા સત્ર દરમિયાન મહાત્મા ગાંધી

ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ૧૯૩૮ના વર્ષનું કોંગ્રેસનું અધિવેશન હરીપુરામાં યોજાયું હતું.

ફેબ્રુઆરી ૧૯ થી ૨૨, ૧૯૩૮ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન સુભાષચંદ્ર બોઝના પ્રમુખ પદે મળ્યું હતું. તેઓ હરીપુરા કોંગ્રેસ સત્ર માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સરદાર વલ્લભભાઇ પટેલે અધિવેશનના સ્થળ માટે હરીપુરાની પસંદગી કરી હતી. આ પ્રસંગ માટે ૫૧ બળદગાડાં શણગારવામાં આવ્યા હતા. હરીપુરા અધિવેશન માટે મહાત્મા ગાંધીની વિનંતીથી પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝે સાત પોસ્ટરોનો સંગ્રહ રચ્યો હતો[૧] અને ચલચિત્ર દિગ્દર્શક જે.એચ.બી. વાડિયાએ હરીપુરા કોંગ્રેસનું ચલચિત્ર ઉતાર્યું હતું.

ભૂગોળ[ફેરફાર કરો]

હરીપુરા તાપી નદીના કાંઠે વસેલું છે અને બારડોલીથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩ કિમીના અંતરે કડોદ નગર નજીક આવેલું છે. ૧૯૬૮ના ઐતિહાસિક પૂર વખતે હરીપુરા ઉંચાઇ પર હોવાથી સલામત રહ્યું હતું.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bengal School of Art exhibition to open in US". The Economic Times. ૨૪ જૂન ૨૦૦૮.