લખાણ પર જાઓ

કડોદ

વિકિપીડિયામાંથી
કડોદ
—  ગામ  —
કડોદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°07′01″N 73°06′28″E / 21.117024°N 73.107676°E / 21.117024; 73.107676
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો બારડોલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, પપૈયાં,કેરી
કેળાં, સૂરણ તેમજ શાકભાજી

કડોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા બારડોલી તાલુકામાં આવેલું મોટું ગામ છે. આ ગામ તાપી નદીના કિનારે આવેલું છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, સૂરણ, પપૈયાં, કેરી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.

કડોદ બારડોલી ખાતે આવેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ અને કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮થી માંડવી જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું મોટું ગામ છે. કડોદ ગામથી સૌથી નજીકનું રેલ્વે મથક મઢી અને બારડોલી તેમ જ સૌથી નજીકનું હવાઇ મથક સુરત ખાતે આવેલું છે.

આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે કડોદ નાના પાયાનું વેપારી મથક બન્યું છે. અહીં જીવન જરુરીયાતની નાની મોટી વસ્તુઓ સહેલાઇથી મળી રહે છે. કડોદ ગામમાં નાનું સિનેમાઘર પણ આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]