બોલી
Appearance
બોલી એ કોઇપણ પ્રદેશની ભાષાનું શુદ્ધ અથવા અશુદ્ધ રૂપ છે. બોલીનું કોઇ લીખીત સ્વરૂપ એટલે કે લિપિ હોતી નથી. બોલીઓ મોટે ભાગે પ્રદેશ આધારીત અથવા ચોક્કસ જાતિ આધારીત સમુદાયના લોકો પરંપરાગત રીતે બોલતા હોય છે. સામાન્ય રીતે બોલી એ કોઇ એક મુખ્ય ભાષા ને બોલવાની અલગ અલગ પધ્ધતિઓ જ છે.
ભારત દેશમાં ભાષા અને બોલીઓનું વૈવિધ્ય દુનિયાના અન્ય પ્રદેશો કરતાં ખુબ જ વિશાળ છે. ગુજરાત રાજ્યમાં પણ બોલીઓનું વૈવિધ્ય જોવા મળે છે.
ગુજરાતની બોલીઓ
[ફેરફાર કરો]- સુરતી બોલી
- ચરોતરી બોલી
- મહેસાણી બોલી
- ઝાલાવાડી બોલી
- ગામીત બોલી
- ચૌધરી બોલી
- વસાવા બોલી
- ધોડિયા બોલી
- કુકણા બોલી
- પારસી ભાષા/બોલી
- વોહરા બોલી
- કાઠિયાવાડી બોલી
- કચ્છી ભાષા/બોલી
- ભીલી બોલી
- પાલનપુરી બોલી
- ધાનકી બોલી (તિલકવાડા વિસ્તારમાં બોલાય છે)[૧]
- આંબુડી બોલી (ડેડીયાપાડા વિસ્તારમાં બોલાય છે)[૧]
- દેહવાલી બોલી (સાગબારા વિસ્તારમાં બોલાય છે)[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "કેંહડો હાય: ભરુચ જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને 'સ્થાનિક બોલી'માં શિક્ષણ". ગુજરાત સમાચાર. પૃષ્ઠ ૫. મૂળ સંગ્રહિત માંથી 2024-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2024-01-19.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |