સેપ્ટ યુનિવર્સિટી
પ્રકાર | ખાનગી યુનિવર્સિટી |
---|---|
સ્થાપના | ૧૯૬૨ |
પ્રમુખ | બિમલ પટેલ |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત 23°02′15″N 72°32′59″E / 23.03750°N 72.54972°E |
કેમ્પસ | કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ |
જોડાણો | UGC |
વેબસાઇટ | www |
સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ અને ટેકનોલોજી યુનિવર્સીટી ( સેપ્ટ યુનિવર્સીટી) એ એક ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલી શૈક્ષણિક સંસ્થા છે, જે માનવસમાજના કુદરતી અને વિકસિત પર્યાવરણ અને સબંધિત વિષયોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પ્રસ્તુત કરે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]અમદાવાદની અગ્રણી સંસ્થા, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (એઈએસ) એ ૧૯૬૨માં સ્થાપત્યકળા માટેની વિદ્યાલયની શરૂઆત કરી. આયોજનકળા માટેના વિદ્યાલયની શરૂઆત ૧૯૭૨માં ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય તથા ગુજરાત અને ફોર્ડ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી શરુ કરવામાં આવી. વિજ્ઞાન અને તકનીકી માટેના વિદ્યાલય અને ઈન્ટીરીયર ડીઝાઈન માટેના વિદ્યાલયની સ્થાપના અનુક્રમે ઈ.સ.૧૯૮૨ અને ઈ.સ. ૧૯૯૧ ગુજરાત સરકારની આર્થિક સહાય થી કરવામાં આવી.રાજ્ય સરકાર સ્થાપત્યકળાના વિદ્યાલય ને પણ આર્થિક મદદ કરે છે. શરુઆતમાં સેપ્ટ યુનિવર્સીટી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (એઈએસ) દ્વારા ચલાવવામાં આવતી. ઈ.સ. ૧૯૯૪માં, અલગ વર્ગ સેપ્ટ સમાજનું નિર્માણ થયું. સેપ્ટની નોંધણી સામાજિક અને જાહેર ધર્માદા ટ્રસ્ટ તરીકે થયેલી છે. શરુઆતથી જ સેપ્ટ યુનિવર્સીટી સ્વયંસંચાલીત શૈક્ષણિક સંસ્થા તરીકે કાર્યરત છે. જે મુક્તપણે પોતાના શૈક્ષણિક કાર્યક્રમો ઘડી શકે છે અને ગુજરાત સરકાર અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનીકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા કાર્યક્રમોના અંતે પદવી ધારકોને પુરસ્કારીત કરી શકે છે. ઈ.સ. ૨૦૦૨ થી ઈ.સ. ૨૦૦૫ સુધી સેપ્ટ યુનિવર્સીટી પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી.
અભ્યાસક્રમો
[ફેરફાર કરો]- સ્થાપત્યકલાની વિદ્યાશાખા
- જાહેર આયોજન અને નીતિ માટેની વિદ્યાશાખા
- ડિઝાઈન માટેની વિદ્યાશાખા
- તકનીકી વિદ્યાશાખા
- તકનીકી પ્રબંધન વિદ્યાશાખા
- કળા અને માનવજાતિ સબંધી વિદ્યાશાખા
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સ્થાપત્યકલા વિદ્યાશાખાનો અભ્યાસક્રમ સંગ્રહિત ૨૦૧૪-૦૧-૧૦ ના રોજ વેબેક મશિન