લખાણ પર જાઓ

ઇખર

વિકિપીડિયામાંથી
ઇખર
—  ગામ  —
ઇખરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°59′28″N 72°52′16″E / 21.991°N 72.871°E / 21.991; 72.871
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો આમોદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

ઇખર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ તાલુકાનું ગામ છે. ઇખર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત ગામમાં પાણીની ટાંકી, મસ્જીદ, રમતગમતનું મેદાન, કબ્રસ્તાન જેવી સવલતો ગામલોકોના સહકારથી ઊભી કરવામાં આવી છે.

આ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા પાલેજથી આમોદ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું વિકસતું ગામ છે. આ ગામની આસપાસ દાંદા, માતર, સરભોણ જેવાં ગામો આવેલાં છે.

જાણીતા વ્યક્તિઓ

[ફેરફાર કરો]

ભારત દેશની એકદિવસીય તેમજ ટેસ્ટ ક્રિકેટના ઝડપી બોલર મુનાફ પટેલ આ ગામના વતની છે,[] જેઓએ માત્ર ગામમાં જ ક્રિકેટનાં વિવિધ પાસાંની તાલીમ લઇ ભારત દેશની અગ્રિમ હરોળના રમતવીર બન્યા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ઇખરમાં ક્રિકેટ મેદાન". ૧૫ નવેમ્બર ૨૦૦૯. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "વર્લ્ડકપની ટીમનો હીરો આજે બન્યો ગુમનામ, મજૂરી કરીને ગુજારતો દિવસો". ૧૩ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]