ઉંચા કોટડા

વિકિપીડિયામાંથી
(ઉંચા કોટડા (તા.મહુવા) થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઉંચા કોટડા
उचा कोटडा/Ooncha Kotda
—  ગામ  —
દરિયાકિનારાની ભેખડો પર આવેલું શ્રી ચામુંડા માતાજીનું પૌરાણીક મંદિર
દરિયાકિનારાની ભેખડો પર આવેલું શ્રી ચામુંડા માતાજીનું પૌરાણીક મંદિર

ઉંચા કોટડાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°07′24″N 71°58′21″E / 21.1233°N 71.9726°E / 21.1233; 71.9726
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઉંચા કોટડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું એક ગામ છે. ઉંચા કોટડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

અહીના જૈન ધર્મના તીર્થ અને શ્રી ચામુંડા માતાજીનું દરિયાકિનારાની ભેખડો પર આવેલું પૌરાણીક મંદિર પ્રસિધ્ધ છે. માતાજી નું મંદિર ડુંગર ૫ર આવેલુ છે. કાળીયા ભીલની કોડી છે. વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતું તેવી માન્યતા છે. કાળીયા ભીલ દરિયામા વહાણ લુંટતો. વહાણ લુંટવા જતા ૫હેલા માતાજીની રજા લઈ ને જતો હતો. આજ ની તારીખેમાં ઉંચા કોટડામાં કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે.

ઉંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો માસ છે. આ માસ દરમ્યાન શકિત ઉ૫સનાનો સમય છે. ચૈત્ર પુનમને દિવસ મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભાવનગર થી ઉંચા કોટડા મંદિર ૮૦ કિ.મી અંતર આવેલ છે. મહુવા થી ઉંચા કોટડા ૩૫ કિ.મી અંતરે આવેલા છે. આ ગામ દરિયાકિનારે આવેલું છે.

અન્ય માહિતી[ફેરફાર કરો]

અહીંના દરિયાકિનારે ૧૬ મે ૨૦૧૮ના રોજ વ્હેલ જેવી વિશાળ માછલી તણાઇ આવી હતી.[૧].

મહુવા તાલુકાના ગામ[૨] અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઉંચા કોટડાના તટે આવ્યો મહાકાય માછલીનો મૃતદેહ". દિવ્યભાસ્કર ઇપેપર. ૧૬ મે ૨૦૧૮ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "Villages & Towns in Mahuva Taluka of Bhavnagar, Gujarat". www.census2011.co.in. 2019-08-15 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)