ગામમાં પ્રાચીન કાળનું મહાદેવનું મંદિર આવેલું છે જે ગૌતમેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. આ ઉપરાંત એક રામજી મંદિર પણ આવેલું છે. મહાદેવની બાજુમાં જ દેવસર નામનું મોટું તળાવ આવેલું છે.આ તળાવમાં ઘણા સમયથી મગર રહેતા હતા. મગર ક્યારેય કોઈનેય હેરાન કરતા ન હતા. ગ્રામજનોને પણ મગરની બીક લાગતી ન હતી. મહાદેવના મંદિરની સામે આવેલા કુવાનું પાણી જ ગ્રામજનો પીવા માટે ઉપયોગમાં લે છે. મંદિરના પરિસરમાં જ એક શાળા આવેલી છે જેનું નામ ગૌતમેશ્વર વિદ્યામંદિર છે.