ગામમાં ચંદ્રાસર તળાવ, પ્રાથમિક શાળા, દરબાર ગઢ અને પોસ્ટઓફીસ આવેલ છે. ગામમાં શનેશ્વર મહાદેવ અને બહુચર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ગામથી ઉગમણી દિશામાં પગથીયાવાળી વાવ આવેલી છે, જેનો ઈ.સ. ૨૦૧૪માં જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
છનીયાર ગામની સ્થાપના છનીયારા કોળીએ કરેલી.[સંદર્ભ આપો] ઈ.સ. ૧૭૧૦માં લુણાવાડા સ્ટેટના વંશજો પૈકી કરશનસિંહ સોલંકી કુકવાવથી છનીયાર આવીને વસ્યા. તેમના પુત્ર રણછોડસિંહ સોલંકીએ ૧૨ ગામની જાગીરી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૪૭ સુધી છનીયાર પર સોલંકી રાજપુતોની હકુમત હતી.[સંદર્ભ આપો]