કંબોઈ (તા. ચાણસ્મા)
કંબોઈ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°42′59″N 72°06′57″E / 23.71632°N 72.115852°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | ચાણસ્મા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
કંબોઈ (તા. ચાણસ્મા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકામાં આવેલું એક ગામ છે. કંબોઈ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ઇતિહાસકાર આર. સી. મઝમુદાર કંબાઇનું સ્થાન પાટણથી આશરે 20 kilometres (12 mi) પશ્ચિમે દર્શાવેલ છે. ઇ.સ. ૧૩૯૨માં આ સ્થળે ઝફ્ફર ખાને ફરહત-ઉલ-મુલ્ક પર વિજય મેળવ્યો હતો, જેણે પછીથી ગુજરાત સલ્તનતના મુઝફ્ફર વંશની સ્થાપના કરી હતી.[૧]
નામ
[ફેરફાર કરો]કંબોઇકા નામ પાલી ભાષાના કંબોજકા અથવા કંબોજિકા પરથી ઉતરી આવ્યું હોવાનું મનાય છે.[૨][૩]
પંદરમી સદીના દસ્તાવેજો આ ગામને કંબોઇ તરીકે વર્ણવે છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]જૈન તીર્થ
[ફેરફાર કરો]કંબોઇ ગામમાં મધ્યમાં જૂનું જૈન તીર્થ આવેલું છે, જે ભગવાન મનમોહન પાર્શ્વનાથની 2.5 feet (0.76 m) ઉંચી સફેદ પ્રતિમા પદ્માસન મુદ્રામાં ધરાવે છે. આ મૂર્તિ ઇ.સ. પૂર્વે ૨૨૪-૨૧૫ની ગણાય છે. મંદિરની અન્ય મૂર્તિઓ તેના લખાણ પરથી ૧૬મી સદીની છે.
૨૦૦૩માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.[૪][૫]
નોંધ અને સંદર્ભ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- ↑ Majumdar 1960, p. 155. "A battle was fought at Kamboi, situated about 20 miles west of Anahilwāra Patan, in which Muzaffar inflicted a crushing defeat on Farhat who was killed (A.D. 1392)."
- ↑ Shahbazgarhi Rock Edict No 5 The Early Buddhist Manuscripts Project સંગ્રહિત ૨૦૦૬-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન
- ↑ No 13 The Early Buddhist Manuscripts Project સંગ્રહિત ૨૦૦૬-૦૨-૧૬ ના રોજ વેબેક મશિન
- ↑ "KAMBOI TIRTH – The Jainsite World's Largest Jain Website". jainsite.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
- ↑ "Shri Kamboi Teerth Patan Gujarat India". www.jainjagat.com. મૂળ માંથી 2016-12-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
સંદર્ભ
[ફેરફાર કરો]- Hindu Polity, A Constitutional History of India in Hindu Times, Part I & II, 1978, Dr K. P. Jayswal
- Majumdar, Ramesh Chandra; Pusalker, A. D.; Majumdar, A. K., સંપાદકો (૧૯૬૦). The History and Culture of the Indian People. VI: The Delhi Sultanate. Bombay: Bharatiya Vidya Bhavan.
- The Sind, M. C. Lambrick
- Epigraphia Indica, Vol XXIV, pp 45–46
- "Shri Kamboi Teerth" સંગ્રહિત ૨૦૧૬-૧૨-૦૧ ના રોજ વેબેક મશિન