કરખડી

વિકિપીડિયામાંથી


કરખડી
—  ગામ  —
કરખડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′00″N 73°05′00″E / 22.2333°N 73.0833°E / 22.2333; 73.0833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો પાદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ કપાસ, તુવર , શાકભાજી

કરખડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા પાદરા તાલુકામાં આવેલું એક ગામ છે. કરખડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં સુંદર વિશાળ તળાવ આવેલું છે.

કરખડી ગામ મહી નદીના દક્ષિણ કિનારે વડોદરા શહેરથી પશ્ચિમે લગભગ ૪૦ કિલોમીટર દૂર કરખડી આવેલું છે. ગામની પૂર્વમાં પ્રવેશ કરવા આજે દરવાજો પણ છે. આ દરવાજો ક્યારે બંધાયો તેનો કોઈ ઉલ્લેખ નથી. ગામની વસ્તી આશરે ૬,૫૦૦ જેટલી છે. ગામની ઉત્તરે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. આ ઉપરાંત ગામમાં અંબાજીનું મંદિર, મરજાદી મંદિર, ભાથીજીનું મંદિર, સ્વામીનારાયણનું મંદિર, રામજી મંદિર, કબીર મંદિર, હનુમાનજીનું મંદિર, રણછોડજીનું મંદિર એમ બીજા બધા મળીને ૧૭થી ૧૮ મંદિરો આવેલા છે.