કાણોદર (તા. પાલનપુર)

વિકિપીડિયામાંથી
કાણોદર
—  નગર  —
કાણોદરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E / 24.171; 72.438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો પાલનપુર
વસ્તી ૧૨,૩૮૯[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 252 metres (827 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

કાણોદર (તા. પાલનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક નગર છે. કાણોદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

કાણોદર પાલનપુરથી 5 miles (8.0 km) દૂર પાલનપુર-અમદાવાદ હાઇ-વે પર આવેલું છે. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૨૫૨ મીટર છે.[૨]

વ્યવસાય[ફેરફાર કરો]

કાણોદર તેના મેમણ વણકરો દ્વારા વણાટકામ માટે જાણીતું છે.[૩]

હાઇ-વે પર હોવાને કારણે કાણોદરમાં વાહન સમારકામ (મોટાભાગે જીપ)નો વ્યવસાય છેલ્લાં થોડા વર્ષોથી પ્રગતિ પામ્યો છે. રાજસ્થાનનાં પ્રખ્યાત ભંવરીદેવી કિસ્સાનું પગેરું કાણોદર સુધી મળી આવ્યું હતું.[૪][૫]

શિક્ષણ[ફેરફાર કરો]

કાણોદર ૧૦૦ ટકા કન્યા કેળવણી ધરાવતું ગામ છે.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Villages and Towns in Palanpur Taluka of Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-08-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ નવેમ્બર ૨૦૧૭.
  2. "Maps, Weather, and Airports for Kanodar, India". Falling Rain Genomics, Inc. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૬.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૨.
  4. Panwar, Pramod (૭ ઓગસ્ટ ૨૦૧૧). "Kanodar makes a name in jeep reconditioning workshops". The Times of India News Service. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૦૭.
  5. "રાજસ્થાનના ભંવરી કેસનું પગેરું ગુજરાતમાં કાણોદર સુધી લંબાયું". સંદેશ. ૯ જાન્યુઆરી ૨૦૧૨. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]
  6. "૧૦૦ ટકા સાક્ષર એવા બનાસકાંઠા જિલ્લાનું કાણોદર ગામ ફોરેન એજ્યુકેશનમાં ફાસ્ટ ફોરવર્ડ ગામ: કાણોદર". ૧ જૂન ૨૦૧૧. મૂળ માંથી ૩૧ મે ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૬.