લખાણ પર જાઓ

કોયડમ

વિકિપીડિયામાંથી
કોયડમ
—  ગામ  —
કોયડમનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°11′13″N 73°28′54″E / 23.186979°N 73.481731°E / 23.186979; 73.481731
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર
તાલુકો વિરપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી,

તમાકુ, બટાટા, શક્કરીયાં ,ડાંગર ,તુવર

કોયડમ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા મહીસાગર જિલ્લામાં આવેલા ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વિરપુર તાલુકામાં આવેલું એક ગામ છે. કોયડમ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક, સહકારી મંડળીઓ, ટેલિફોન કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

કોયડમ ગામમાં ઇસ ૧૮૯૮ માં પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવેલી છે, જે ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ આપે છે. વિભાગીય કેળવણી મંડળ સંચાલિત શ્રી બી.આર.પટેલ હાઇસ્કૂલ માં ૫ થી ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત છે. કોયડમમાં ધનવંતરી આયુર્વેદિક કોલેજ અને શ્રી રામ બી.એડ. કોલેજ આવેલી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ગામમાં ૧૨૫ વર્ષ જુનું ત્રિલિંગી શિવમંદિર આવેલું છે. જેના પરીસરમાં હનુમાનજી તેમજ બળિયાદેવના મંદિરો આવેલા છે.

ગામમાં આવેલા શિવમંદિરની પશ્ચિમે કોયડમ બંધ આવેલો છે.

વ્યવસાય

[ફેરફાર કરો]

કોયડમ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં અમૂલ ડેરી સંચાલિત છ દુધ મંડળીઓ આવેલી છે. જે વર્ષે છ કરોડનું દુધ વેચે છે[સંદર્ભ આપો].