ખરેડી (તા. કાલાવડ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખરેડી
—  ગામ  —
ખરેડીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°12′29″N 70°22′39″E / 22.207988°N 70.37746°E / 22.207988; 70.37746
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો કાલાવડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બૅન્ક, પોસ્ટ કચેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ સરપંચ
વિઠ્ઠલભાઈ વશરામભાઈ કાછડિયા

ખરેડી (તા. કાલાવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકામાં આવેલું એક ગામ છે. આજુબાજુનાં ગામની મોટાભાગની ખરીદી અહીયા જ થાય છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બૅન્ક, પોસ્ટ કચેરી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીં સોનાનો મુખ્ય વેપાર છે. વરસો પહેલા ખરેડીનું સોનુ પ્રખ્યાત ગણાતું હતું.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

અહીં પ્રાચીન ખરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેમજ શ્રીનાથજીદાદાની જગ્યા દાણીધાર અહીંથી ૬ કિ.મી.ના અંતરે આવેલી છે.