લખાણ પર જાઓ

ખરોલી

વિકિપીડિયામાંથી
ખરોલી
—  ગામ  —
ખરોલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
વસ્તી ૪,૦૫૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

ખરોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ ચિખલી અને મહુવા તાલુકાની સરહદ પર આવેલું છે. ખરોલી ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, આંગણવાડી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

ખરોલી ગામમાં જોવા લાયક સ્થળોમાં શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર, દેવલી માડી મંદિર તથા તેની નજીકથી પસાર થતી નેરોગેજ ટ્રેનનો સમાવેશ થાય છે. શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર ખરોલી દેસાઈ ફળીયા સ્થિત એક પ્રાચિન મંદિર છે. આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૨ નાં રોજ કરવામાં આવી હતી. આ મંદિરના પ્રાંગણ માં આવેલ શિવલિંગ ના વૃક્ષનું (જે આશરે ૫૫ વર્ષ જુનું હોવાનુ માનવામાં આવે છે) અનેરું મહાત્મ્ય છે. દેવલી માડી મંદિરનું દિવાળીના તહેવાર દરમિયાન અનેરું મહત્વ હોય છે. દિવાળી ના તહેવાર દરમિયાન અહીં ભરાતા મેળામાં માનવ મહેરામણની સંખ્યા ૨૦,૦૦૦ ને આંબી જાય છે.આજુ-બાજુ ના ગામોમાંથી આવતા હજારો લોકો નો ઉત્સાહ જોવાલાયક હોય છે. આ મંદિરની બરાબર બાજુમાંથી જ, સરા લાઇન તરીકે જાણીતી, બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પસાર થાય છે, જેમાં બેસી હરીયાળા વિસ્તારનો પ્રવાસ કરવો ખરેખર એક અનેરો લ્હાવો છે.

આંકડાકિય માહિતી

[ફેરફાર કરો]
  • વિસ્તાર -> ૭૬૭.૦૦.૩૪ (હેકટર.પ્ર.આર)
  • ખેડાણ હેઠળનો વિસ્તાર -> ૭૦૯.૯૧.૦૭ (હેકટર.પ્ર.આર)
  • ગૌચર હેઠળનો વિસ્તાર -> ૩.૪૪.૬૧ (હેકટર.પ્ર.આર)
  • જંગલ ની જમીન (બિન- ખેડાણ) -> ૮૪.૧૫.૬૩ (હેકટર.પ્ર.આર)
  • અન્ય જમીન -> ૫૧.૪૮.૮૬ (હેકટર.પ્ર.આર)
  • જમીન મહેસુલ માંગણું (રુ.) -> ૧૫૭૫૦.૭૩
  • ગામમાં કુલ ઘરોની સંખ્યા -> ૯૫૧

મુખ્ય પાકો (વાવેતર)

[ફેરફાર કરો]
  • ડાંગર -> ૩૧૮.૫૧.૨૮
  • શેરડી -> ૩૧૭.૩૫.૦૩
  • શાકભાજી -> ૨૦.૧૭.૩૮
  • ફળઝાડ -> ૨૮.૯૫.૬૭
  • અન્ય -> ૨.૧૫.૮૦

સુવિધાઓ

[ફેરફાર કરો]
  • પ્રાથમિક શાળા -> ૩
  • બાલવાડી/આંગણવાડી સંખ્યા -> ૫
  • ગામની સહકારી સંસ્થા -> ૨
  • જોવાલાયક ધાર્મિક સ્થળો -> ૧ (શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર)
  • પોસ્ટ ઓફિસ -> ૧
  • પિક-અપ સ્ટેન્ડ -> ૫
  • પીવાના પાણીની સુવિધા
    • વોટર વર્કસ -> ૧
  • હેન્ડપંપ -> ૯૩
  • કુવા
    • સરકારી -> ૫
    • ખાનગી -> ૬૪
  • સિંચાઈની સગવડ ->
    • નહેર -> ૨
    • કુવા -> ૬૯
    • ઈ.મોટર -> ૯૨
  • ગ્રામ પંચાયત સભ્યોની સંખ્યા -> ૧૨

સરપંચશ્રીઓની યાદી

[ફેરફાર કરો]
ક્રમ નામ સમયગાળો
સ્વ. શ્રી બળવંતરાય દુર્લભભાઈ દેસાઈ(સ્વાતંત્ર્ય સેનાની) ૨૨-૨-૫૧/૩૦-૩-૫૮
સ્વ. શ્રી મંગળભાઈ વીરજીભાઈ પટેલ ૧-૪-૫૮/૧-૬-૬૮
શ્રી મોહનભાઈ સમાભાઈ પટેલ ૧-૬-૬૮/૧-૬-૮૯
શ્રી હેમંતભાઈ રતનજી પટેલ ૧-૭-૮૯/૩૦-૬-૯૪
શ્રી ચંદ્રકાન્ત સી પટેલ.(વહીવટદાર) ૧-૭-૯૪/૧૦-૭-૯૫
શ્રી નરેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ ૧૮-૭-૯૫/૧૭-૭-૨૦૦૦
શ્રી છગનભાઈ એલ પટેલ.(વહીવટદાર) ૧૯-૯-૨૦૦૦/૨૪-૧-૦૨
શ્રીમતિ ગંગાબેન બી પટેલ ૨૫-૨-૦૨/૨૪-૧-૦૬
શ્રી ભાયસીંગભાઈ છાયલાભાઈ પટેલ ૨૫-૧-૦૭/

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kharoli Village Population, Caste - Chikhli Navsari, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2017-08-31.[હંમેશ માટે મૃત કડી]
  • ખરોલી ગ્રામ પંચાયત તરફથી માહિતી