ખેડાપા નવી વસાહત(તા.મોરવા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખેડાપા નવી વસાહત
—  ગામ  —

ખેડાપા નવી વસાહતનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°57′00″N 73°49′29″E / 22.95°N 73.8247816°E / 22.95; 73.8247816
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો મોરવા (હડફ)
વસ્તી ૩,૩૪૯ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, રાજીવ ગાંધી સેવા કેન્દ્ર, CSC કેન્દ્ર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, તુવર, ડાંગર
મુખ્ય બોલી આદિવાસી બોલી,કોળી

ખેડાપા નવી વસાહત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકામાં આવેલું ગામ છે. આ ગામ સંતરામપુર તાલુકામાં કડાણા બંધ બનતા વિસ્થાપિતો ને મોરવા(હડફ)ના વાડોદર ગામમાંથી જંગલની જમીનમાં વસાહત બનાવીને રચેલું ગામ છે. પાનમ નદી પરના પાનમ બંધના વિસ્થાપિતોને પણ અહીં વસાવવામાં આવ્યા છે. ગામમાં ૬૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં આદિવાસી ભાષા એટલે કે વાગડી બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, મજૂરી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, રાજીવ ગાંધી સેવા કેન્દ્ર તેમ જ દૂધની ડેરી, CSC કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.