ખેરા (તા. માળીયા હાટીના)
Appearance
ખેરા (તા. માળીયા હાટીના) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°04′03″N 70°15′41″E / 21.067381°N 70.261366°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જૂનાગઢ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ખેરા (તા. માળીયા હાટીના) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, મગફળી, તલ, બાજરી, ચણા, રજકો તેમ જ અન્ય ફળોમાં નાળિયેર, ચીકુ, કેરી અને શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી માધ્યમિક શાળા તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં કોળી (ઘેડિયા) જ્ઞાતિના લોકોની વસ્તી સૌથી વધુ છે. મસાણની બાજુમાં એક ખૂબ જૂનું તળાવ આવેલું છે, જેમાં સફેદ અને ગુલાબી કમળ થાય છે.
| ||||||||||||||||