ગઢડા
ગઢડા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°58′04″N 71°34′35″E / 21.967803°N 71.576257°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
તાલુકો | ગઢડા તાલુકો |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 104 metres (341 ft) |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય પાકો | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી |
સવલતો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
ગઢડા ગુજરાતનાં બોટાદ જિલ્લાનું નગર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે.
પરિવહન
[ફેરફાર કરો]વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે અમદાવાદ-બોટાદ ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડાથી રેલ્વેલાઇન નજીકમાં નીંગાળા અને ઢસામાં છે.
મહત્વ
[ફેરફાર કરો]સ્વામિનારાયણ અહીં પોતાના જીવનકાળનાં ૨૭ વર્ષ દાદાબાપુ એભલબાપુ ખાચર ના દરબાર ગઢ મા વિતાવ્યા હતાં, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગઢડા ખુબ જ મહત્વનું તીર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું.
ગોપીનાથજી મંદિર
[ફેરફાર કરો]આ મંદિરમાં આજે પણ સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. દરબાર ગઢ ના જે મકાનો ઉતરાદા બારના ઓરડા તથા દક્ષીણ બારના ઓરડા તરિકે ઓળખાય છે. સ્વામિનારાયણ જ્યાં રહેતા તે અક્ષર ઓરડી આજે પણ અહીં જોવા મળે છે.
ગઢડા તાલુકો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |