ગુણભાંખરી (તા. પોશીના)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુણભાંખરી
—  ગામ  —

ગુણભાંખરીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′00″N 73°03′00″E / 24.0333°N 73.05°E / 24.0333; 73.05
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો પોશીના તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી શાકભાજી

ગુણભાંખરી ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા પોશીના તાલુકામાં આવેલું એક નાનકડું ગામ છે.

ગુણભાંખરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગુણભાંખરી ગામ સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે. આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતના સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાના તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમના મિજાજની જેમ આગવા હોય છે, જે અહીં ભરાતા ચિત્રવિચિત્રના મેળામાં માણવા મળે છે. ગુણભાંખરી ગામમાં આવેલા મહાભારતના કાળના ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીના તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે.