ઘુટું (તા. મોરબી)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઘુટું
—  ગામ  —

ઘુટુંનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°48′53″N 70°49′46″E / 22.814672°N 70.829315°E / 22.814672; 70.829315
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
તાલુકો મોરબી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ઘુટું ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા મોરબી તાલુકામાં આવેલું એક ગામ છે. ઘુટું ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન તેમજ સિરામિક ફેકટરીઓ છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઘુટું ગામ મોરબીથી ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. આજુબાજુ વિકસેલી સિરામિકની ફેકટરીઓના કારણે આ ગામની જમીન કિંમત વધુ છે. ગામની વસ્તી લગભગ ૧૩,૦૦૦ જેટલી છે અને ફેકટરીઓના હિસાબે આ ગામમાં બીજા ગામથી આવેલા ઘણા લોકો વસવાટ કરે છે. ઘુટું એ મોરબી તાલુકાનું સૌથી ઊંચાઈ પર આવેલું ગામ છે.[સંદર્ભ આપો]