જૂના ચરખા (તા. ધારી)
જૂના ચરખા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°26′33″N 71°13′14″E / 21.442384°N 71.220610°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | ધારી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી |
જૂના ચરખા (તા. ધારી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. જુના ચરખા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]જૂના ચરખા બ્રિટિશ શાસન દરમિયાન સોરઠ પ્રાંતનું લાખાપાદર થાણાનું એક નાનું રજવાડું હતું. તેના શાસકો વાળા વંશના કાઠી સરદારો હતા.[૧][૨]
૧૮૭૨માં જૂના ચરખાની વસ્તી ૧૬૧૩ અને ૧૮૮૧માં ૧૪૧૪ વ્યક્તિઓની હતી.[૧] ૧૯૦૧માં ચરખા અને બીજા ગામની વસ્તી ૧૫૧૯ની હતી અને તે ૨૭,૦૦૦ રૂપિયાની આવક (૧૯૦૩-૦૪ મુખ્યત્વે જમીનમાંથી) ધરાવતું હતું અને તેમાંથી ૫૪૧ રૂપિયા ખંડણી રૂપે ગાયકવાડના વડોદરા રાજ્ય અને જૂનાગઢ રાજ્યને આપતું હતું.[૨]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૪.
- ↑ ૨.૦ ૨.૧ http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V15_175.gif Imperial Gazetteer
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૪. માંથી લખાણના અંશો ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |