દલખાણીયા (તા. ધારી)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દલખાણીયા
—  ગામ  —
દલખાણીયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°14′27″N 70°55′37″E / 21.240962°N 70.927026°E / 21.240962; 70.927026
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો ધારી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,

ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

દલખાણીયા (તા. ધારી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. દલખાણીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અન્ય માહિતી[ફેરફાર કરો]

અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ધારીથી પશ્ચિમ દિશાએ આવેલું પાંચેક હજારની વસ્તી ધરાવતું ગામ છે. ધારી-કોડિનાર રોડ પર ધારીથી ૧૫ કિલોમીટર દૂર દલખાણિયા જતા નાની અને મોટી કાપેલધાર આવે છે. આ ગામની વચ્ચે એક ટેકરી આવેલી છે અને આ ટેકરી ઉપર બે ઐતિહાસિક કોઠા આવેલા છે. આ ટેકરી કોઠાધાર તરીકે ઓળખાય છે.

ગામની ભાગોળે બે સરસ મજાની નદીઓ આવેલી છે. પડોશી ગામો- ગોવિંદપુર- સુખપુર- કોટડા- પાણિયા- મીઠાપુર- સમુહખેતી- બોરડી- ગીગાસણ વગેરે આવેલા છે. આ ગામમાં પ્રાથમિકશાળા, હાઇસ્કુલ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, પોલીસથાણુ, વનવિભાગની કચેરી આવેલી છે. ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું છે. ગીરનું જંગલ નજીક હોવાથી અવારનવાર સિંહદર્શનનો લાભ ગામલોકોને મળે છે. ક્યારેક સિંહ ગામમાં ઘુસી જઇને પશુધનનો શિકાર પણ કરે છે.

ગામનો મુખ્ય ધંધો ખેતીને લગતો છે. અંહી પાકતા પાકોમાં મગફળી, ઘઉં, બાજરી, કેરી મુખ્યછે. ગામની આજુબાજુનાં તિર્થધામોમાં, તુલશીશ્યામ, કનકાઇ માતા, સતાધાર, બાણેજ, ગળધરા, ખોડિયાર વગેરે સ્થળો આવેલા છે.

અંતર[ફેરફાર કરો]

મહત્વનાં શહેરો/નગરોથી દલખાણિયાનું અંતર નીચે પ્રમાણે છે,

સ્થળ અંતર
ધારી ૧૫ કિમી
અમરેલી ૫૫ કિમી
ચલાલા ૩૦ કિમી
જુનાગઢ ૬૦ કિમી
તુલશીશ્યામ ૫૦ કિમી
કોડિનાર ૫૫ કિમી
અમદાવાદ ૩૩૦ કિમી


તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ધારી તાલુકાના ગામ