લખાણ પર જાઓ

ડહેલી (વાલિયા)

વિકિપીડિયામાંથી
(ડહેલી(વાલિયા) થી અહીં વાળેલું)
ડહેલી
—  ગામ  —
ડહેલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′35″N 72°54′54″E / 21.726464°N 72.91505°E / 21.726464; 72.91505
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો વાલિયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી,જુવાર,

મકાઈ

ડહેલી (વાલિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. ડહેલી ગામમાં ખાસ કરીને આદિવાસી તેમ જ રજપુત લોકો વસે છે.

આ ગામ વાલિયાથી વાડી જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. આ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે. જુવાર, તુવર, મકાઈ, કપાસ તથા અન્ય શાકભાજી અહીંના મુખ્ય ખેત-ઉત્પાદનો છે. ડહેલી ગામના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, અમેરીકન મકાઈ, હાઈબ્રીડ પપૈયાં જેવા આધુનીક પાકનું પણ ઉત્પાદન કરે છે.

આ ગામના યુવાનો રમતગમતને પણ મહત્વ આપે છે. બાળકો અને યુવાનો ક્રિકેટ અને વોલિબોલ જેવી રમતો રમે છે. આ ગામની વોલિબોલ ટીમ રાજય અને જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ઘણાં ઈનામો પણ મેળવી ચુકી છે.