ઢાંચો:Potd-w/સપ્તાહ-૧

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અસાઇ તાડનું ફળ
દક્ષિણ અમેરિકાના દેશો, જેવાંકે બ્રાઝિલ, પેરુ, વગેરેમાં ઉગતાં અસાઈ તાડના ફળ જે દેખાવમાં જાંબુ જેવાં લાગે છે.
ચિત્ર -- મથાળું
ટીમરુના ફળ
ગુજરાતના સુકા વનપ્રદેશોમાં ઉગતા ટીમરુ વૃક્ષના ફળ જે સ્વાદમાં મીઠા હોય છે.
ચિત્ર -- મથાળું
લીલી દ્રાક્ષનું ઝુમખું
આયુર્વેદમાં ઔષધરૂપે વપરાતો દ્રાક્ષાસવ જે ફળમાંથી બને છે તે દ્રાક્ષ. યુરોપ અને પશ્ચિમના ઘણા દેશોમાં પરંપરાગત રીતે દ્રાક્ષમાંથી વાઇન નામનું મદ્યાર્કયુક્ત પીણું બનાવવામાં આવતું જે હવે દુનિયાભરમાં પીવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
પેરુ કે જામફળ
પેરુ, કે જેને ગુજરાતના ઘણા ભાગમાં જામફળના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળનો ગર સફેદ કે લાલ (ગુલાબી) રંગનો હોય છે. ગુજરાતમાં ધોળકાના જામફળ રસાળ, મીઠા અને ઉચ્ચ ગુણવત્તાના ગણવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
સીતાફળ
સીતાફળ એ એક મીઠું બહુબીજ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં આ ફળનું વાવેતર કરવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
કરમદાંનાં ફળ
કરમદાંનાં સુંદર લાલચટક ફળ. કરમદાં કૃષ્ણને પ્રિય હતા, તેની માળા તેઓ પહેરતા. કરમદાનાં ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ વનસ્પતિ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. ભારત બહાર તે નેપાળ તથા અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
ઝાડ પર લટકી રહેલા ફણસ
ભારતમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ઉત્તર ભારતમાં ફણસ ઉગાડવામાં આવે છે. તેના કાચા ફળનું શાક બને છે અને પાકા ફળની ફેશીઓ ફળ તરીકે ખાવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ફણસને ચાંપા કહે છે.
ચિત્ર -- મથાળું