તોરણીયા (તા. ધોરાજી)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાસૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોરાજી તાલુકામાં આવેલું એક ગામ છે. તોરણીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામમાં શ્રી રાજેન્દ્રબાપુએ શ્રી સેવાદાસ બાપા આશ્રમ ની સ્થાપનાકરેલી છે. તેમાં અન્ન્ક્ષેત્ર ચાલુ છે.ભવ્યમંદિર બંધાવેલ છે. દુર દુરથી ભાવિકો દર્શને આવી મંદિરમાં પ્રસાદ લે છે.સને ૨૦૧૦ માં ૧૦૯ કન્યાના સામુહિક લગ્નો કરાવી ,સુંદર ઉદાહરણ પુરૂ પાડેલ છે.હજુ પણ બાપુએ એકાદ વરસ પછી ૫૦૧ કન્યાના લગ્ન કરાવવા સંકલ્પ કરેલ છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.