લખાણ પર જાઓ

પાટણવાવ (તા. ધોરાજી)

વિકિપીડિયામાંથી
પાટણવાવ
—  ગામ  —
પાટણવાવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°44′00″N 70°27′00″E / 21.7333°N 70.45°E / 21.7333; 70.45
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો ધોરાજી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 68 metres (223 ft)

સગવડો ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી
પિન કોડ ૩૬૦૪૩૦[]

પાટણવાવ (તા. ધોરાજી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોરાજી તાલુકામાં આવેલું એક વિકસીત ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પોલીસ સ્ટેશન, જળ વિતરણ વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટેલીફોન એક્સચેંજ, પોષ્ટ ઓફીસ, બેંક, દૂધની ડેરી, જૈન દહેરાસર સાથે ધર્મશાળા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બ્રિટિશ શાસન સમયે પાટણવાવ ગોંડલ રજવાડા હેઠળ આવતું હતું અને કિલ્લેબંધ શહેર હતું.

આ ગામમાં ઓસમ નામનો એક પર્વત[] આવેલો છે, જે ભારતમાં પરલાઈટ (Perlite) ખનીજનું એક માત્ર કેન્દ્ર છે. ત્યાં પાંડવો તેમના વનવાસ દરમિયાન રહ્યા હોવાનું મનાય છે. પાટણવાવ ધોરાજી શહેરથી ૨૩ કીલોમીટર, ઉપલેટાથી ૧૩ કીલોમીટર, માણાવદરથી ૨૧ કીલોમીટર તો રાજકોટ શહેરથી ૧૧૫ કીલોમીટરના અંતરે સારા પાકા રસ્તાથી જોડાયેલ છે. એ સરાસરી સમુદ્રની સપાટીથી ૬૮ મીટરની ઊંચાઈએ વસેલું ગામ છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ઓસમ પર્વત પર ચાર મુખ્ય મંદિરો આવેલ છે. બે ભગવાન શ્રી શંકરને સમર્પિત છે, એક શ્રી ટપકેશ્વર મહાદેવ અને બીજુ શ્રી ભીમનાથ મહાદેવ જે ભીમકુંડ સમીપે આવ્યું છે. જૈન ધર્મના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર ભીમનાથ મંદિર નજીક નૈસર્ગિક જગ્યાએ ઉભારવામાં આવેલ છે.[] સૌથી અગત્યનું ચોથુ મંદિર એટલે શ્રી માત્રીમાતાજીનું (શ્રી અંબાદેવી) મંદિર. કોઠારી કુટુંબના કુળદેવ શ્રી દેવશીબાપાનું સ્થાનક ભીમનાથ મહાદેવ જતા સૌંદર્યસભર પંચકોળીયા તળાવને કાંઠે આવેલ છે. ઓસમની તળેટીમાં પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવનું દેરાસર આવેલ છે. આ દેરાસર શ્રી સિધ્ધચક્રના ગોળાકાર આકારમાં બનાવેલ હોવાથી અનોખું છે. ગામતળમાં શ્રી સીમંધરસ્વામી જૈન દેરાસર આવેલ છે.

હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ વદી અમાસના રોજથી ત્રણ દિવસ માટે લોકમેળો ઓસમની તળેટીમાં ભરાય છે.આ મેળા દરમ્યાન દૂર-સુદૂરથી લોકો પવિત્ર શ્રી માત્રીમાતાજીના દર્શન કરવા પહાડ પર જાય છે. આ ગામ જૈન અને હિન્દુ પરીવારો માટે પવિત્ર યાત્રાધામ છે.

ધોરાજી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વનફાઇવનાઇન.કોમ - પાટણવાવ
  2. "Osam Hill" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-08-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૧૭.
  3. "Om Aadinathaya Namah - Dhankagiri". www.dhankagiri.org. મૂળ માંથી 2016-06-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૧૭.